Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

રૂ. ૧૪ લાખનો ચેક પાછો ફરતાં આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ તા. ૧૬: રાજકોટના પ્રશાંતભાઇ પાંભર વિરૂદ્ધ રૂ. ૧૪,૦૦,૦૦૦/-ના ચેક રિટર્નની ફરિયાદ થતાં અદાલતે સમન્સ કાઢવાનો હુકમ કર્યો હતો.

બનાવની હકીકત એવી છે કે, રાજકોટના કાલાવડ રોડ પર ટીવીએસ શોરૂમ અને પીઝાહટની વચોવચ આવેલ કિન્નરી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફલેટ નં. ૩૧ માં રહેતા આરોપી પ્રશાંતભાઇ રમેશભાઇ પાંભર જરૂરિયાત ઉત્પન્ન થતા ફરિયાદીએ કનૈયા ફાયનાન્સ પેઢી પાસેથી રૂ. ૧૪,૦૦,૦૦૦/- નું ધિરાણ મેળવેલ. જે વ્યવહાર પેટે રિપેમેન્ટ સબબ ફરિયાદીને માર્ચ-ર૦૧૯ ની ૧ તારીખનો રૂ. ૧૪,૦૦,૦૦૦/- પુરાનો ચેક આપેલ. સદરહું ચેક વટાવવા ફરિયાદીએ પોતાની બેન્કમાં જમા કરાવતા ફંડસ ઇન્સફિસિયન્ટના શેરા સાથે પરત આવેલ. ત્યારબાદ ફરિયાદી પેઢીના પાર્ટનર દરજજે સંદીપભાઇ વલ્લભભાઇ રામાણીએ એડવોકેટશ્રી મારફત કાયદેસરની કાર્યવાહી કરવા પૂર્વે સમાધાનની તક આપતી નોટિસ મોકલવા છતાં આરોપી એ વ્યવહાર પૂર્ણ ન કરતા ફરિયાદીએ રાજકોટના નામદાર જયુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રીની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના ગંભીર આર્થિક ગુનાની ફરિયાદ દાખલ કરેલ છે. જે ફરિયાદ ધ્યાને લઇ અને કાયદાકીય કલમના દરેક તત્વો-શરતોનું પાલન કરેલ હોય તે હકીકત ધ્યાને લઇ નામદાર જયુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એ આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવાનું સમન્સ કાઢવાનો હુકમ ફરમાવેલ છે.

ફરિયાદી વતી ધારાશાસ્રી કમલ એન. કવૈયા, વિરલ એચ. રાવલ અને કનકસિંહ ડી. ચૌહાણની નિમણુંક કરવામાં આવેલ છે.

(3:46 pm IST)