Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ગેસ્ફોર્ડ ચેસ કલબ દ્વારા રવિવારે ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્નામેન્ટ

રાજકોટ, તા., ૧૬: ગેસ્ફોર્ડ ચેસ કલબ રાજકોટ દ્વારા સ્વ. છગનભાઇ પટેલ ફિલ્ડ માર્શલ ટ્રોફી ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. મનોજ અગ્રવાલ સાહેબ પોલીસ કમિશ્નરશ્રીના હસ્તે દિપ પ્રાગટય કરી ટુર્ના. ખુલ્લી મુકાશે.

ગેસ્ફોર્ડ ચેસ કલબ રાજકોટ દ્વારા આગામી તા.૧૯ ના રવિવારે પટેલ સેવા સમાજ ૪૧ ન્યુ જાગનાથ પ્લોટ ડો.યાજ્ઞીક રોડ રેસકોર્ષ પાસે સ્વ. છગનભાઇ પટેલ ફિલ્ડ માર્શલ ટ્રોફી ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્નામેન્ટ રમાડાશે.

સવારે ૮.૩૦ કલાકે પ્રારંભ થશે. જેમાં અન્ડર-૧૧ અન્ડર-૧૬ ઓપન કેટેગરી અને લેડીઝ એમ કુલ ચાર પ્રકારની ચેસ ટુર્નામેન્ટ રાખેલ છે.

ઓપન કેટેગરીમાં પ્રથમ ૧ થી ૧પ વિજેતા ખેલાડીઓને કુલ રૂ. ૧પ૦૦૦ના રોકડ ઇનામોથી નવાજવામાં આવશે. અન્ડર ૧૧ અને અન્ડર ૧૬ બાળકો માટે પ્રથમ ૧ થી ૧પ વિજેતા ખેલાડીઓને શીલ્ડ આપી તથા લેડીઝમાં પ્રથમ ૧ થી પ ખેલાડીઓને શીલ્ડ આપી સન્માનીત કરાશે.

સ્વીસલીગ પધ્ધતીથી કુલ ૬ રાઉન્ડમાં રમાડવામાં આવશે. ભાગ લેનાર દરેક ખેલાડીને બપોરનાં લંચની વ્યવસ્થા તથા પ્રમાણપત્ર ગેસ્ફોર્ડ ચેસ કલબ તરફથી સ્થળ ઉપર જ આપવામાં આવશે.

આ ટુર્નામેન્ટના એન્ટ્રી ફોર્મ ગેસ્ફોર્ડ ચેસ કલબ કિરીટ પાન ઘર રાજકોટ ૦ર૮૧-રરર૧૭૪૬ ભરીને તા.૧૭-પ-૧૯ સુધીમાં જમા કરવાના રહેશે.

વધુ વિગતો માટે કિશોરસિંહ જેઠવા-૯૯રપર૪૮રપ૧, મનીષ પરમાર-૯૮રપ૧૧રરર૯, હર્ષદભાઇ ડોડીયા-૯૮૭૯૬૯૪૯૩૬, દિપકભાઇ જાની ૮૪૬૯૧૧૧૮૦૩, મહેશભાઇ વ્યાસ ૯૩ર૭૬ ૦પ૭૬૯, ગૌરવ ત્રિવેદી ૯૯૧૩પ૮૯ર૦૮, અભય કામદાર ૭૯૮૪૮ ૪ર૬રપ, જય ડોડીયા ૯ર૭૬૮ ૩પ૧૧૪નો સંપર્ક કરવા જણાવાયું છે. ઓન ધ સ્પોટ એન્ટ્રી પણ અપાશે.

ટુર્નામેન્ટમાં ચીફ આર્બિટર તરીકે જય  ડોડીયા સેવા આપશે. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગેસ્ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, પુર્વ સેક્રેટરી હર્ષદભાઇ ડોડીયા, ખજાનચી દિપકભાઇ જાની, સહમંત્રી મહેશભાઇ વ્યાસ (દાઢી), વલ્લભભાઇ પીપળીયા આરએમસી, કાલીદાસ વ્યાસ (ગુરૂ), અરવિંદભાઇ માલવી, ડાયનેમીક ચેસ એકેડેમીનાં મનીષ પરમાર, વન્ડર ચેસ કલબનાં ગૌરવ ત્રિવેદી, અભય કામદાર સતત જહેમત ઉઠાવી રહયા છે.

આ ટુર્નામેન્ટની મુખ્ય સ્પોન્સરશીપ અરવિંદભાઇ છગનભાઇ પટેલ (ફિલ્ડ માર્શલ) દ્વારા આપવામાં આવેલ છે.

(3:45 pm IST)
  • હવે વેકેશનમાં શિક્ષકોએ શાળામાં હાજર રહેવું પડશે: અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પરિપત્ર :મુખ્ય શિક્ષક અથવા શિક્ષકને રહેવું પડશે હજારે :વિદ્યાર્થીઓના પ્રવેશ અને વિદ્યાર્થીની સંખ્યા વધારવા માટે સમિતિ દ્વારા લેવાયો નિર્ણંય : શિક્ષકોનું વેકેશન બગડે તેવા એંધાણ ;શિક્ષકોમાં ભારે કચવાટ ફેલાય તેવી શકયતા access_time 11:10 pm IST

  • રાજકોટમાં ગરમીમાં ઘટાડોઃ ૩૮.૪ ડીગ્રી : ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. access_time 3:56 pm IST

  • ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નવું પૂતળું બનાવી આપવાની નરેન્દ્રભાઇની જાહેરાત મમતાએ ફગાવી દીધી : અમારે કોઇ મદદ જોઇતી નથી : તમે (ભાજપ) લોકોએ જ પૂતળું તોડ્યું છે : ભાજપે આ કર્યું છે તે વાત બંગાળની પ્રજા કયારેય ભૂલશે નહિ : મમતા દીદી આક્રમૂક મૂડમાં access_time 4:30 pm IST