Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

બુદ્ધ પુનમે શનિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરનો ૩૪મા વર્ષમાં પ્રવેશ : એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર - સન્યાસ ઉત્સવ

દહેરાદૂનના સ્વામી નરેન્દ્ર બૌધિસત્વની નિર્વાણ તિથિ નિમિતે હૃદયાંજલી- પુષ્પાંજલી : આયોજન સ્વામી સત્ય પ્રકાશ તથા સ્વીટ્ઝર્લેન્ડના સ્વામી પ્રેમમૂર્તિ : સંચાલિકા મા પ્રેમ સાક્ષી, ધ્યાન, ભકિત, ભોજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી

રાજકોટ : ઓશોના સૂત્ર 'ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્ર'ને સાર્થક કરતાં વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવો, ભજન - કિર્તન, ગીત - સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૩ વર્ષોથી રાત અને દિવસ ૨૪ કલાક ખુલ્લુ રહેેશે. વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર - નવાર ઉજવવામાં આવે છે.

આગામી તા.૧૮ને શનિવારના રોજ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ૩૪માં વર્ષમાં ઓશોના આશિષ સાથે પ્રવેશી રહ્યું છે. જે નિમિતે હર સાલની માફક સ્વામી સત્ય પ્રકાશે તથા સ્વીટ્ઝર્લેન્ડના સ્વામી પ્રેમ મૂર્તિએ એક દિવસીય ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. શિબિરનું સંચાલન ઓશો સન્યાસીની માં પ્રેમ સાક્ષી કરવાના છે.

શિબિરની રૂપરેખા આ મુજબ છે. સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૩ વર્ષોથી એક પણ દિવસ ચુકાયા વગર દરરોજ નિયમીત કરવામાં આવે છે.) સવારે ૭:૧૫ થી ૮ બ્રેકફાસ્ટ,  સવારે ૮:૩૦ થી બપોરે ૧ દરમિયાન ગુરૂવંદના સાથે ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ બપોર પછી ૩ થી ૮:૩૦ દરમિયાન ઓશો વિડીયો દર્શન, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, સન્યાસ ઉત્સવ, ઓશો સન્યાસી સંબુદ્ધ સ્વામી નરેન્દ્ર બોધીસત્વને હૃદયાંજલી સાથે પુષ્પાંજલી (દહેરાદુનમાં આવેલ ઓશો બોધી સત્વ કમ્યુનના સ્થાપક નરેન્દ્ર બોધીસત્વમાં અમુ મુકિત તથા માં દિવ્યા ગંધા સાથે સ્વામી સત્ય પ્રકાશનો સંબંધ છેલ્લા ૪૦ વર્ષોથી રહેલો છે.) સંધ્યા સત્સંગ શિબિર સમાપન બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદ.

શિબિર સંચાલિકામાં પ્રેમ સાક્ષીનો ટુકો પરિચય

લીગલ નેઈમ હિરામતી દિક્ષીત, સન્યાસનું નામ માં પ્રેમ સાક્ષી, ઓશોનો સન્યાસ ૨૦૧૦માં રાજસ્થાનના કૌટા શહેરમાં લીધેલ છે. પહેલા તેઓ યુનિ લીવરમાં સેલ્સ ડાયરેકટર તરીકે સેવા આપતા. હાલના તબક્કે તે છોડી દીધેલ છે. શિબિર સંચાલન માટે ઓએમઆઈઆર દ્વારા સર્ટીફાઈડ થયેલા છે. સાથે લાફટર યોગાનો સર્ટીફાઈડ કોર્ષ કરેલ છે. ઉદેપુર, વલ્લભીપુર, ભાવનગર, મોરબીમાં શિબિરોનું સંચાલન કરેલ છે.

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ. વિશેષ માહિતી તથા એસ.એમ.એસ.થી (૧) સ્વામી સત્ય પ્રકાશ - ૯૪૨૭૨ ૫૪૨૭૬, (૨) જયેશભાઈ કોટક - ૯૪૨૬૯ ૯૬૮૪૩, (૩) સંજીવભાઈ રાઠોડ - ૯૮૨૪૮ ૮૬૦૭૦ને નામ નોંધાવી દેવા.

(3:45 pm IST)