Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

રાજકોટ સિધ્ધ ગાયત્રી-શકિતપીઠ અને રામકૃષ્ણ આશ્રમ દ્વારા મોરબીનાં ગાળા ગામે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ સંપન્ન

રાજકોટ, તા.  ૧૬ : શ્રી સિધ્ધ ગાયત્રી શકિતપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ તથા શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા ગાળા ગામે (જી. મોરબી) નિઃશુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પ યોજાઇ ગયો, જેનો પ્રારંભ દિપ પ્રાગટય અને પ્રાર્થનાથી થયો જેમાં ૧૯૦ દર્દીઓએ લાભ લીધો અને તેમાંના ૨૦ દર્દીઓને વિનામૂલ્યે આધુનિક ફેકો મશીનથી ટાંકા વગરના મોતિયાનું ઓપરેશન તા. ૧૬-૫નાં દિવસે કરી નેત્રમણી મૂકવામાં આવશે, જેના માટે દર્દીઓને લઇ જવા અને પરત લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રામકૃષ્ણ આશ્રમ  પૂ. રવિન્દ્ર મહારાજ અને સિધ્ધ ગાયત્રી શકિતપીઠનાં ગાદીપતિ પૂ.  સ્વરૂપાનંદજીની નિશ્રામાં આ કેમ્પનું આયોજન થયું હતું. ડો. કેરૂલ મારસોણિયા અને ડો. તન્વી મડીયા સહીત મેડીકલ ટીમ અને હાર્દિક રાડીયાએ સેવા આપી હતી. અતિથી વિશેષ તરીકે વિટ્રીફાઈડ ટાઇલ્સનાં પ્રમુખ મુકેશભાઇ ઉદ્યરેજા, વોલ ટાઇલ્સનાં પ્રમુખ શ્રી કિશોરભાઈ ભાલોડીયા, ગાળા ગામનાં સરપંચ મગનભાઇ ચંદ્રરોલા તથા ગામ આગેવાન શ્રી ચતુરભાઇ કુંડારીયા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.  સ્વરૂપાનંદજીનાં સુપુત્ર  મનોજ આચાર્ય તથા ગામનાં તરવરીયા યુવાન અને પૂ. શ્રીનાં શિષ્ય શ્રી હિતેશ કાચરોલાએ કર્યું હતું. કાર્યક્રમને અંતે બંન્ને સંસ્થાઓ તરફથી પરસ્પર એકબીજાનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને બંન્ને મહાનુભાવોએ ઉષ્માસભર હાથ મિલાવ્યા અને સંતોષ વ્યકત કર્યો હતો. આભારવિધી શ્રી કિરણ કાચરોલાએ કરી હતી. સ્વયંસેવકોમાં ટીટોડીયા પરીવાર તરફથી હિતેષ, અજય તથા વિપુલ, કાચરોલા પરિવારમાં દિવ્યેશ, દિનેશ, મહાદેવ, મુકેશ, અમરશી અને હિરેન, કાંતિલાલ ઉદ્યરેજીયા, ધનજી અને મનજી રૂપાલા, સાગર અને ચિંતન અઘારા, પ્રવિણ બોપલીયા, રિધ્ીશ પાડલીયા, દિનેશ ભાલોડીયા, સુરેશ રાજપરા, જયંતી ઉપસરીયા, હિરાલાલ વાળંદે અને અર્ચના જોષીએ સમગ્ર કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે સૌ કાચરોલા પરીવારનાં બહુચરા માતાજીના મંદિરે દર્શન કરી ત્યાં જ ભોજન લીધું હતું. આ તકે રામકૃષ્ણ આશ્રમનાં દિનેશભાઈ દેવધર અને આશ્રમનાં સત્સંગી એવા શ્રી કૌશિકભાઈ ગૌસ્વામી  સતત માર્ગદર્શ મળેલ શ્રી હિમાંશુભાઇ જોષીનાં આભારી છીએ, જેમણે આ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી.

(3:44 pm IST)
  • શ્રીલંકામાં ૧૦૦ જેલભેગા : મુસ્લિમો વિરૂધ્ધ ભડકેલ હિંસા હવે કાબુમાં : સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રી કર્ફયુ : મુસ્લિમોની દુકાનો - મસ્જીદો - નિવાસોને સિંહાલીઓએ નિશાન બનાવ્યા access_time 1:22 pm IST

  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST

  • અમિતભાઇ શાહે કોલકતા બહારથી ગુંડા બોલાવ્યા તેનો અહેવાલ, રાષ્ટ્રીય ચેનલો નહિં દેખાડે કારણ કે તેઓ દલાલ છેઃ મમતા બેનરજી access_time 3:49 pm IST