Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

હેલ્મેટ સહિત ટ્રાફિક નિયમનના સતત બીજા દિવસે ૧૫૭૪ કેસઃ ૧૬૧૯૦૦નો દંડ વસુલાયો

ઢેબર ચોકમાં હેલ્મેટ સિવાયના કેસો પણ કરાયાઃ પીયુસી, લાયસન્સ, આરસી બૂક, હેલ્મેટ હોય અને વીમાના કાગળો ન હોય તો તેના કેસ પણ થયાઃ અહિનો સ્ટાફ જાણે ટારગેટ પુરો કરવા જ ઉભો હોય તેવું વલણઃ પારેવડી ચોકમાં પણ આવી જ રીતે કાર્યવાહીથી અનેક વાહન ચાલકોમાં રોષ ફેલાયો

રાજકોટઃ શહેર પોલીસે ટુવ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરતાં કરવા ગઇકાલથી ડ્રાઇવ શરૂ કરી છે. ગઇકાલે દોઢ કલાકમાં હેલ્મેટ ડ્રાઇવમાં કુલ ૧૩૭૪ કેસો કરીને રૂ. ૧,૪૧,૩૫૦નો દંડ વસુલાયો હતો. જુદા-જુદા દસ પોઇન્ટ પર ગઇકાલે ડ્રાઇવ યોજવામાં આવી હતી. આજે પણ આ કામગીરી યથાવત રાખવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક બી. એ. ચાવડા, એસીપી ઉત્તર વિભાગ એસ.આર. ટંડેલની રાહબરી અને પોલીસ મથકોના પી.આઇ., પીએસઆઇ સહિતના સ્ટાફની ટીમોએ કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ઢેબર રોડ પર અલગ-અલગ ટીમો બનાવી  વાહન ચાલકોને અટકાવી હેલ્મેટને લગતાં ૧૫૭૪ કેસ દોઢ કલાકમાં કરવામાં આવ્યા હતાં અને ૧,૬૧,૯૦૦નો દંડ વસુલ કરાયો હતો. તેમજ આરટીપી એપ્લિકેશન હેઠળ ૨૦૩ કેસ કરાયા હતાં. તેમ ટ્રાફિક એસીપી બી. એ. ચાવડાએ જણાવ્યું હતું. તસ્વીરોમાં કાર્યવાહી કરી રહેલો પોલીસ સ્ટાફ તથા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને એસીપી બી. એ. ચાવડા સહિતનો સ્ટાફ જોઇ શકાય છે. સતત બે દિવસથી શરૂ થયેલી આકરી ઝુંબેશને કારણે અનેક ઠેકાણે વાહન ચાલકોને પોલીસ સાથે ચડભડ પણ થઇ હતી. અમુક કિસ્સામાં હેલ્મેટ, પીયુસી, લાયસન્સ, આરસી બૂક એમ બધુ સાથે હોવા છતાં વીમો સાથે ન હોય તો તેનો કેસ પણ કરી નાંખવામાં આવ્યો હતો. આ કારણે ઢેબર રોડ પર અનેક વાહન ચાલકોને ચડભડ થયાનું જાણવા મળે છે. હેલ્મેટ માટેની જ ખાસ ડ્રાઇવ હતી. પણ ઢેબર રોડ ચોકનો સ્ટાફ જાણે ટારગેટ પુરો કરવા જ ઉભો હોય તેમ હેલ્મેટ સિવાયના એટલે કે વીમો સાથે ન હોય તો તેવા કેસ પણ કરી નાંખ્યા હતાં. અમુક કેસમાં તો વાહન ચાલકો પાસે પુરા સો રૂપિયા પણ નહોતા. આવા વાહન ચાલકો મુંજવણમાં મુકાઇ ગયા હતાં. તેણે બીજાને ફોન કરી દંડની રકમ મંગાવવી પડી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:29 pm IST)
  • શ્રીલંકામાં ૧૦૦ જેલભેગા : મુસ્લિમો વિરૂધ્ધ ભડકેલ હિંસા હવે કાબુમાં : સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રી કર્ફયુ : મુસ્લિમોની દુકાનો - મસ્જીદો - નિવાસોને સિંહાલીઓએ નિશાન બનાવ્યા access_time 1:22 pm IST

  • હવે વેકેશનમાં શિક્ષકોએ શાળામાં હાજર રહેવું પડશે: અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પરિપત્ર :મુખ્ય શિક્ષક અથવા શિક્ષકને રહેવું પડશે હજારે :વિદ્યાર્થીઓના પ્રવેશ અને વિદ્યાર્થીની સંખ્યા વધારવા માટે સમિતિ દ્વારા લેવાયો નિર્ણંય : શિક્ષકોનું વેકેશન બગડે તેવા એંધાણ ;શિક્ષકોમાં ભારે કચવાટ ફેલાય તેવી શકયતા access_time 11:10 pm IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST