Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

રોડ ઉપર થુંકશો તો રપ૦નો દંડઃ સીસીટીવી તમારા પર રાખશે નજર

અમદાવાદ બાદ રાજકોટમાં પણ મ્યુ. કોર્પોરેશન દ્વારા પાન-ફાકી થુંકનારાઓ ઉપર તવાઇ

રાજકોટ, તા., ૧૬: શહેરને સ્વચ્છ રાખવા માટે હવે મ્યુ. કોર્ર્પોરેશન દ્વારા જાહેરમાં થુંકી અને ગંદકી ફેલાવનારાઓને દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. આ માટે  શહેરમાં જાહેર માર્ગો ઉપર આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઇ રોડ ઉપર થુંકનારાઓને ઝડપી લેવાશે અને રૃા. રપ૦નો દંડ ફટકારાશે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે રાજકોટનું સ્વચ્છતામાં દેશભરમાં નામ અગ્રતા ક્રમે છે. ત્યારે રાજમાર્ગોને સ્વચ્છ રાખવાની જવાબદારી નાગરીકોની પણ છે. આથી હવે મ્યુ. કોર્પોરેશન જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ફેલાવનારા તથા થુંકનારાઓ ને સીસીટીવી  કેમેરાની મદદથી ઝડપી લઇ તઓને રૃા. રપ૦નો દંડ ફટકારશે.

શ્રી પાનીએ વધુમાં જણાવેલ કે જાહેર માર્ગો ઉપર જે લોકો થુંકતા સીસીટીવી કેેમેરામાં કેદ થશે. તેઓના ઘરના સરનામે  રૃા. રપ૦ના દંડનો મેમો ૭ દિવસની મુદતનો પહોંચાડી દેવાશે. અને  જે લોકો ૭ દિવસમાં  દંડ નહી ભરે તેઓના ઘરે જઇને રૃા.પ૦૦નો દંડ ઉઘરાવાશે. તથા જે વ્યકિત વારંવાર થુંકતા ઝડપાશે તેઓને દંડ ઉત્નરોતર વધતો જશે. આમ હવે જાહેર રસ્તા ઉપર પાન-ફાકી થુંકનારાઓ ઉપર તંત્ર તવાઇ બોલાવશે. અમદાવાદમાં આ સીસ્ટમ ચાલુ થઇ ગઇ છે અને રોજ સેંકડો લોકોને જાહેરમાં થુંકવા બદલ દંડ ફટકારવામાં આવી છે. આજ પ્રથા હવે રાજકોટમાં શરૂ થઇ રહી છે. (૪.૧૧)

(3:12 pm IST)