Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હિરાસર એરપોર્ટનો ધમધમાટઃ રાજકોટ સીટી પ્રાંત સહિત એક ડઝન ખાતાના અધિકારીઓ દ્વારા સમસ્યા અંગે સર્વે

પાણી પુરવઠા-સિંચાઇ-માર્ગ મકાન-જીઇબી-ફોરેસ્ટ-એરપોર્ટ ટીમ મામલતદારો દ્વારા નિરીક્ષણ

રાજકોટ તા. ૧પ :.. શહેરથી ર૦ કિ. મી. દૂર હિરાસર ગામ નજીક ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવા અંગે, પ૦૦ કરોડનું પ્રથમ ટેન્ડર નીકળ્યા બાદ ડીમાર્કેશન પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેનું ૮૦ ટકા કામ પુરૂ થઇ  ગયું છે, ગઇકાલે એરપોર્ટ અંગે ગાંધીનગરમાં મીટીંગ પણ યોજાઇ હતી.

હવે આજે સવારથી રાજકોટ સીટી પ્રાંત-ર, શ્રી જેગોડા, તાલુકા મામલતદાર, ચોટીલા પ્રાંત - મામલતદાર ઉપરાંત જીઇબી, એસ. ટી., માર્ગ-મકાન-પાણી પુરવઠા-સિંચાઇ - ફોરેસ્ટ સહિતના એક ડઝન ખાતાના અધિકારીઓ હિરાસર એરપોર્ટ સ્થળે પહોંચ્યા છે. અને જીઇબીની હેવી લાઇન, કેટલા થાંભલા, વૃક્ષો, નડતરરૂપ એકાદ-બે ચેક ડેમ, નિકળતો હાઇવે વિગેરે તમામ મુશ્કેલીઓ દૂર કરવા અંગે સર્વે - સમીક્ષા શરૂ કરી છે.

બીજી બાજૂ ચોટીલામાં આવતી એક જમીનની સંપાદન પ્રક્રિયા પણ હજુ બાકી હોય તે અંગે પણ આજે જ નિર્ણય લેવાય તેવી શકયતા છે.

(3:50 pm IST)