Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

બાળકોની કલાકૃતિ નિહાળતા કાદંબરીદેવીજી

સુજનભારતી કલ્ચરલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા  રોજરી હાઇસ્કુલ ખાતે ગુરૂશ્રી રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટના રાજવી પરિવારના મહારાણી અ.સૌ.શ્રીમતિ કાદંબરીદેવી જાડેજા હાજર રહયા હતા. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ચિત્રકલા, નૃત્યકલા, કાવ્ય તથા વકતૃત્વની પ્રસ્તુતિ કરાઇ હતી. મહારાણી સાહેબજી દ્વારા ભાગ લેનાર બાળકોને પ્રશસ્તી પત્રો અપાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષતા શ્રીમતિ રાજેશ્વરી શાહ સંસ્થા પ્રમુખે કરી. ઉપપ્રમુખ શ્રીમતિ સોમાબેન ધોળકિયા તથા શ્રીમતિ ભાવનાબેન વાગડિયાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના બાલવિભાગના પ્રમુખ કુ. પવિત્રા બોળકિયા તથા તવિશા આડેસરા દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ હિનાબેન માંડલિયા દ્રારા કરવામાં આવી હતી.

(1:20 pm IST)
  • જેટ એરવેઝ ખરીદી લેવા હિન્દુની ગ્રુપ આતરઃ જેટના પાર્ટનર નરેશ ગોયલની મંજુરી માંગી access_time 4:27 pm IST

  • નકલી બિયારણકાંડઃ કૃષિ વિભાગે તપાસ શરૂ કરી :ગાંધીનગરના માણસામાં બિયારણની દુકાનમાંથી મળી ૧૦ બિયારણની નકલી થેલીઓ મળી આવી હતીઃ ખાતરકાંડ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ access_time 3:56 pm IST

  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST