Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

આજે જિન શાસન સ્થાપના દિનઃ ભાવપૂર્વક ઉજવણી

રાજકોટઃ આજે જૈન શાસનના ૨૫૭૫મા સ્થાપના દિવસની ઠેર-ઠેર ભાવપૂર્વક ઉજવણી થઈ હતી. ભગવાન મહાવિર સ્વામીએ જિન શાસનની સ્થાપના કરી હતી. વૈશાખ સુદ-૧૧ દિને ગૌતમ સ્વામી અને ૧૧ ગણધરો સાથે ૪૪૦૦ મુમુક્ષુઓએ પ્રભુ મહાવિર સ્વામીના હાથે દિક્ષા ગ્રહણ કરી હતી. આજે જ દ્રાદશાંગીની રચના પણ થઈ હતી. દેરાસરો- ઉપાશ્રયોમાં જિન શાસન સ્થાપના ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ઉપરાંત શાસન વંદન યાત્રા, પ્રભાતફેરી તથા ગુરૂ ભગવંતોના પ્રવચનો, ભકિત સંગીત યોજાયા હતા.

સ્થાપના દિવસ અંતર્ગત શ્રી યુનિવર્સીટી રોડ જૈન તપગચ્છ સંઘ શ્રી સુમતિનાથ જીનાલયમાં આજરોજ આચાર્ય શ્રી પ્રદિપચંદ્રસૂશ્વિરજી મહારાજ સાહેબ આદી ઠાણા-૨ની નિશ્રામાં જિન શાસન સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જિન સાશન સ્થાપના ધ્વજનો લાભ એ.કે.સંઘવી પરિવારે લીધેલ. આ પ્રસંગે યુનિવર્સીટી રોડ સંઘના ભાઈ- બહેનોની વિશાળ હાજરી હતી. યુનિવર્સીટી રોડના ટ્રસ્ટી અનિષભાઈ વાઘર, પ્રશાંતભાઈ સંઘવી, પ્રકાશભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શાહ, ઉમેશભાઈ શેઠ, નિલેષભાઈ કોઠારી, જિજ્ઞેશભાઈ મહેતા, કેતનભાઈ મહેતા, પંકજભાઈ મહેતા, નયનભાઈ ભાયાણી, મેહુલભાઈ શાહ, ડિમ્પલભાઈ શાહ, સાગરભાઈ વોરા સહિતના હાજર રહેલ હતા.

(11:16 am IST)
  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST

  • જેટ એરવેઝ ખરીદી લેવા હિન્દુની ગ્રુપ આતરઃ જેટના પાર્ટનર નરેશ ગોયલની મંજુરી માંગી access_time 4:27 pm IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST