Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રેસકોર્સ-રનું તળાવ ર૯.૪પ લાખ ધન ફૂટ માટીનો નિકાલ

એટલ સરોવર ઉડુ ઉતારવાની કામગીરીની સ્થિતિ મુલાકાતે અંજલીબેન રૂપાણી, ડો. જૈમન ઉપાધ્યાય, નીતિનભાઇ ભારદ્વાજ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ

રાજકોટ : રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ૧લીમે થી સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ લોક ભાગીદારીથી તળાવોને ઊંડા કરવા માટેની કામગીરી શુભારંભ કરવામાં આવેલ છે, આ અભિયાન હેઠળ  રૈયા વિસ્તારમાં સ્માર્ટસિટી મિશન એરિયામાં રેસકોર્સ-૨ ને લાગુ તળાવનું નવીનીકરણ તથા જળસંગ્રહમાં વધારો થાય તે માટે તળાવને ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ તા.૦૫/૦૫/૨૦૧૮ના રોજ માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ. જે અંતર્ગત રેસકોર્સ-૨ ને લાગુ તળાવની ચાલી રહેલ કામગીરી સ્થળ મુલાકાત લેતા રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર ડાઙ્ખ. જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપના પુર્વપ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપના કાર્યકારી પ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, ડેપ્યુટી કમિશનરશ્રી જાડેજા, સિટી એન્જીનીયરશ્રી ચિરાગભાઈ પંડયા, ડેપ્યુટી એન્જિીનયર ડોઢિયા શ્રી વાસ્તવ, છૈયા ગામિત વિગેરે ઉપસ્થિત રહેલ. આ તળાવમાં સરેરાશ ૪૬ જે.સી.બી., ૭૬ ટ્રેકટર, ૧૭ ડમ્પર તથા ૨ હીટાચી, વિગેરે મશીનરી દ્વારા કામગીરી ચાલી રહેલ, અત્યાર સુધીમાં ૨૯૪૫૮૮૦ દ્યન ફૂટ કામગીરી થયેલ છે. રાજય સરકારના આ અભિયાન ખરા અર્થમાં સાર્થક થાય અને આગામી દિવસોમાં જળસંગ્રહમાં વધારો થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ જળસંચય અભિયાનની કામગીરીનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. આ સ્થળ મુલાકાત વખતે અંજલીબેન રૂપાણીએ અધિકારી પાસેથી વિસ્તૃત અને જીણવટ ભરેલી માહિતી મેળવેલ અને ચર્ચા કરેલ તેમજ જરૂરી સૂચનો કરેલ હતા.

(4:21 pm IST)