Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કાલે વિશ્વ સંચારદિનઃ ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયર્સ દ્વારા વિશેષ વાર્તાલાપનું આયોજન

રાજકોટ, તા., ૧૬: દર વર્ષે ૧૭મી મેના રોજ વિશ્વ સંચાર દિનની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.

કૃત્રિમ જ્ઞાનના હકારાત્મક ઉપયોગની સતા બધા માટે છે. કથાવસ્તુ નક્કી કરવામાં આવેલ તે પ્રમાણે વાર્તાલાપનું આયોજન ધી ઇન્સ્ટીટયુશન ઓફ એન્જીનીયર્સ (ઇન્ડીયા) સૌરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટ પોતાની સ્થાપનાને પ૦ મુ વર્ષ ચાલતુ હોય ગોલ્ડન જયુબેલી વર્ષની ઉજવણીના ભાગરૂપે સોરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટ અને એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ રાજકોટના સંયુકત ઉપક્રમે અશોકકુમાર ઉપાધ્યાય, પ્રિન્સીપાલ જનરલ મેનેજર ટેલીકોમ ડિસ્ટ્રીકટ (બીએસએનએલ)ના અધ્યક્ષસ્થાને તા.૧૭ના કરવામાં આવેલ છે.

કોમ્પ્યુટર એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ હેમુ ગઢવી હોલ સામે ટાગોર રોડ ખાતે કાલે તા.૧૭ના બપોર બાદ ૪.૩૦ થી ૬.૩૦ સુધી યોજાનાર આ વાર્તાલાપમાં પ્રોફેસર નિલેશ ગાંભવા (દર્શન ઇનસ્ટીટયુટ ઓફ એન્જી.) નિરજ રાજેશકુમાર ત્રિવેદી (લેકચરર) એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટી. એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટી. દર્શીતા સુર્યકાન્તભાઇ પાઠ (લેકચરર એવી પારેખ ટેકનીકલ ઇન્સ્ટી.) વકતવ્યનો લાભ આપશે.

સંસ્થાના ઇજનેર સભ્યો ફેકલ્ટીઝ અને એન્જીનીયરીંગ કોલેજો તેમજ પોલીટેકનીકના વિદ્યાર્થી ભાઇ-બહેનો ટેલીફોન ડીપાર્ટમેન્ટના ઇજનેરો રાજય તેમજ કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોમાં રાજકોટ ખાતે સેવા બજાવતા ઇજનોર તેમજ રસ ધરાવતા તમામ લોકોને આ કાર્યક્રમમાં હાજર રહેવા એન્જી. નવીન આર.કાલરીયાની યાદીમાં જણાવાયું છે. (મો. ૯૮રપર ૧પ૦૦૬)

(4:08 pm IST)