Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સૌ. યુનિ.ની હોસ્ટેલમાંથી હથિયાર સાથે પકડાયેલ પોરબંદરની મેર ગેંગ નો છુટકારો

રાજકોટ તા.૧૬: આજથી ૨૪ વર્ષ પહેલા યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી હથિયાર સાથે પકડાયેલ પોરબંદરની મેરગેંગના આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં અદાલતે નિર્દોષ ઠરાવીને છોડી મુકેલ છે.

આજથી ચોવીસ વર્ષ પહેલા ક્રાઇમ બ્રાંચમાં પોલીસ ઇન્સ્પેકટર સી.જી. ચુડાસમા, વી.વી. ગોહિલ પી.એસ.આઇ., બસીયા સાહેબ પી.એસ.આઇ. સહિતના ને બાતમી મળેલ હતી કે સૌરાષ્ટ્ર યુનિ. પી.જી. હોસ્ટેલમાં રૂમ નં. ૨૭મા પોરબંદરનો મુળુ અરજણ મેર બહારના માણસો બોલાવી પોતે જુગાર રમી અને રમાડે છે પોલીસના સ્ટાફના માણસો સાથે પંચો રૂબરૂ રેઇડ કરતા જુગાર રમતા મળી આવેલ હતા. પોલીસે તેમના તમામ ઉપર જુગાર ધારા હેઠળ કેસ કરેલ હતો.

સાથે વધુ તપાસ કરતા આ પોરબંદરના કુખ્યાત નામચીન શખ્સ માલદે રામા મેર, મુળુ અરજણ મેર, ભરત ઓડેદરા, રમેશ છગનભાઇ પટેલ તથા નવઘણ રણમલ મેર અને મયો ઉર્ફે રાજુ ઉર્ફે મસરી વિક્રમ મેર વિગેરે મળી આવેલ હતા તેમજ રાજુ મશરી વિક્રમ મેર ગેરકાયદેસર પરવાના વગરની દેશી બનાવટની પોઇન્ટ ૩૨ લોડેડ રીવોલ્વર તથા જીવતા કાર્ટીસ કુલ -૧૨મળી આવતા તમામ સામે આમ્સ એકટ હેઠળનો બીજો ગુનો નોંધી અને ધરપકડ કરવામાં આવેલ હતી.

આ પૈકીના માલદે રામા મેર કોર્ટમા હાજર નહી રહેતા તેની જામીનની રકમ કબજે કરી બાકીના તમામ આરોપી સામે જયુડી. મેજી. રીન્કુસીંઘ મેડમ સમક્ષ કેસ ચાલી જતા તમામ પોલીસ સાહેદો તથા સ્વતંત્ર સાહેદો અને ફોરેન્સ સાયન્ટીફીક લેબ ના અધિકારીને કોર્ટમા તપાસેલ હતા અને પુરાવાને લક્ષ્યમાં લઇ મેજી. શ્રી એ તમામ આરોપીને નિર્દોષ ઠરાવી આર્મ્સ એકટનો ગુન્હામાં છોડી દીધેલ હતા.

આ કામમાં તમામ આરોપી મયો ઉર્ફે રાજુ મસરી મેર સહિતના પોરબંદરના તમામ આરોપીઓ તરફે એડવોકેટ તરીકે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અભય ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગોૈતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રી કાંત મકવાણા, સુમીત વોરા, અમૃતા ભારદ્વાજ, ગોૈરાંગ ગોકાણી રોકાયા  હતા.

(4:05 pm IST)