Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રણુજાનગરની સપના લાવડીયાને સતાપરના પતિ અને દેરાણીનો ત્રાસ

પતિ રાજેશ લાબડીયા અને દેરાણી કિંજલ લાવડીયા સામે ગુનો

રાજકોટ, તા. ૧૬:  ગોંડલના સત્તાપરમાં સાસરીયુ ધરાવતી અને રાજકોટ રણુજાનગરમાં રહેતી આહિર પરિણીતાને પતિ અને દેરાણી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ રણુજાનગર શેરી નં. પમાં છેલ્લા દોઢ વર્ષથી માવતર સાથે રહેતી સપના રાજેશભાઇ લાવડીયા (ઉ.વ.ર૮) એ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેના ૧૩ વર્ષ પહેલા ગોંડલના સતાપર ગામમાં રહેતા રાજેશ એભલભાઇ લાવડીયા સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ રાજેશ દારૂ પી અવાર-નવાર મારકુટ કરી ગાળો આપતો અને દેરાણી કિંજલ અર્જુન લાવડીયા ગાળો આપી મારમારી શારીરિક માનસીક ત્રાસ આપતી હોવાનું જણાવાયું છે. આ અંગે પીએસઆઇ એમ.કે. દેસાઇએ તપાસ આદરી છે.

(3:58 pm IST)