Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ભાગબટાઇ પુરીઃ પ્રમાણીક કુલપતિ-સંઘના ડો.કમલ ડોડીયાની રવાનગી!

એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધંધાદારી ભાજપ-કોંગ્રેસના આગેવાનો દ્વારા : સ્થાપીત હીતોની ઉંઘ હરામ કરનાર ડો. કમલ ડોડીયાને હટાવવા રચાયો ત્રાગડોઃ પ્રમાણીક કુલપતિને ઇનામ કે પાટુઃ ભાજપ મોવડી મંડળ તરફ મીટ

રાજકોટ, તા. ૧૬ :. સમગ્ર ગુજરાત રાજ્યમાં અગાઉ શૈક્ષણિક સિદ્ધિથી ખૂબ જાણીતી બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ છેલ્લા એક દાયકાથી ધંધાદારી કેળવળીકારોના અડીંગામાં આવી ગઈ છે. ભાજપ-કોંગ્રેસના આગેવાનો સાથે મળીને સત્તાની વહેંચણી કરે છે, પરિણામે શિક્ષણ - છાત્ર અને યુનિવર્સિટીની ગરીમા સમયાંતરે વસ્ત્રાહરણ થતુ રહ્યુ છે.

અગાઉ પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણીએ ૬ વર્ષ સત્તા સંભાળીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગરીમા માત્ર ગુજરાત-દેશ નહી પરંતુ દેશના સીમાડા પણ વટાવી ગઈ હતી. બાદમાં ૧૩ વર્ષ શિક્ષણ શાસ્ત્રીને બદલે ધંધાદારી શિક્ષણકારોને પગપેશારો કરતા આજની સ્થિતિએ કોઈ નિષ્ઠાવાનને કે પ્રમાણિક વ્યકિતને યુનિવર્સિટીમાં ટકવું ? તેના માટે લડત કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

હાલના કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયા તેની પ્રમાણિકતા નિષ્ઠા સર્વોપરી છે. તેમની નિડરતા તબીબી જગતમાં ખૂબ જાણીતી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લાંબાગાળે કોઈ પ્રમાણિક કુલપતિ મળ્યા છે.. ડો. કમલ ડોડીયાના માત્ર અઢી માસના કાર્યકાળમાં કોંગ્રેસ-ભાજપ અને પૈસાથી કામ કરતા તત્વોમાં રીતસર હડકંપ મચી ગયુ છે.

આગામી ૨૦૧૮થી ૨૦૨૧ વર્ષ દરમિયાન સીન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલરની રચના કરવામાં આવી છે. તેમા માત્ર બે બેઠકો ઉપર જ ચૂંટણી થઈ બાકી કોંગ્રેસ-ભાજપના ધંધાદારી રાજકારણીઓ ભાગબટાઈ કરીને સીન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલમાં ગોઠવાઈ ગયા છે.

નાનપણથી જ આર.એસ.એસ.ના સંસ્કાર મેળવનાર વર્તમાન કુલપતિ ડો. કમલ ડોડીયા હાલ કોંગ્રેસ કરતા ભાજપના ધંધાદારી સભ્યોથી ઘેરાઈ ગયા છે. ભાગીદારીના ભોગે હવે કોંગ્રેસના સભ્યો પણ પ્રમાણિક કુલપતિ ડો. કમલ ડોડીયાને હટાવવા એક થયા છે.

સામાન્ય રીતે કોઈને પદ પરથી હટાવવા માટે ભ્રષ્ટાચાર ચારિત્ર્યના આક્ષેપો થતા હોય છે જ્યારે વર્તમાન કુલપતિને હટાવવા માટે કોઈ બહાનુ ન મળતા ભાજપના ધંધાદારી સભ્યો એટલું જ કહે છે કે ડો. કમલ ડોડીયા ચાલે તેમ નથી ખૂબ જીદ્દી છે... અનુભવી નથી... બસ ત્રીજુ કારણ નથી.

વાસ્તવમાં તો ડો. કમલ ડોડીયાની પ્રમાણિકતાથી અંજાઈને ધંધાદારી લોકોના ધંધા બંધ થઈ ગયા છે. જો ધંધો ચલાવવો હોય તો ડો. કમલ ડોડીયાને હટાવવા જોઈએ...

સંઘના સંસ્કારથી સંપન્ન ડો. કમલ ડોડીયા સામે ભાજપ-કોંગ્રેસના આગેવાનો કામ લઈને જતા પહેલા વિચારે છે કે આપણુ કામ સાચુ જ છે ને ? આવી પ્રમાણિક પ્રતિભાને હટાવવા હવે યુનિવર્સિટીમા ધમપછાડા શરૂ થયાનું ચર્ચાય છે.

તાજેતરમાં ડો. કમલ ડોડીયાએ મેડીકલ માફીયા સામે કડક હાથે કામ લેવા પગલા ભરવાનું 'મન' બનાવતા જ સ્થાપીત હીતો સમસમી ગયા છે અને તુરંત ડો. કમલ ડોડીયાને હટાવવા એડીચોટીનું જોર લગાવ્યુ છે તેવી ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમા ચાલે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મેડીકલ ફેકલ્ટીના બોર્ડની રચનામાં ડો. કમલ ડોડીયા અને સંઘ પરિવારને બદનામ કરવા કેટલાક સ્થાપીત હીતોના પ્રયાસોની નોંધ પણ ઉચ્ચકક્ષાએ લેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપિત હીતો અને આગામી ત્રણ વર્ષમાં સત્તાની ભાગબટાઈ પુરી થતા જ પ્રમાણિક કુલપતિ ડો. કમલ ડોડીયાને ભાજપ મોવડી મંડળ સત્તાનું સુકાન સોંપે છે કે પાટુ તેના તરફ મીટ મંડાઈ છે.

ર૦૧પ થી ર૦૧૮ એકેડેમીક કાઉન્સીલ

ફેકલ્ટી

ડીન

અધરધેન ડીન

સાયન્સ

ડો.ગીરીશ ભીમાણી

ડો.મેહુલ રૂપાણી

હોમ સાયન્સ

ડો.વર્ષાબેન છીછીયા

ડો.અલ્પાબેન ચૌહાણ

પરફોર્મીંગ આર્ટસ

ડો.ભારતીબેન રાઠોડ

ડો.કલાધર આર્ય

આર્કિટેકચર

હિતેશ ચાંગેલા

રાહુલ મહેતા

કાયદા

ડો.ભરત મણીયાર

ડો.મયુરસિંહ જાડેજા

આર્ટસ

ડો.એસ.જે.ઝાલા

ડો.પ્રવિણસિંહ ચૌહાણ

કોમર્સ

ડો.કે.આર.પરમાર

ડો.એન.એચ.કોરીંગા

શિક્ષણ

ડો.જનકભાઇ મકવાણા

ડો.નિદત બારોટ

ગ્રામવિદ્યા

પ્રો.એન.એચ.ઝાટકીયા

પ્રો. ઇન્દ્રવદન પુરોહીત

મેડીકલ

ડો.કમલ ડોડીયા

ડો.નલીની આનંદ

હોમીયોપેથીક

ડો. પુરવ દેસાઇ

ડો.આર.ડી. સાંણજા

મેેનેજમેન્ટ

ડો.સંજય ભાયાણી

ડો.હરીષ શાહ

ફાર્મસી

ડો.મીહીર રાવલ

ડો.સચીન પરમાર

એકેડેમીક કાઉન્સીલ ર૦૧૮ થી ર૦ર૧

 

વિદ્યાશાખા

ડીન

અધરધેન ડીન

 

સાયન્સ

ડો.મેહુલ રૂપાણી

ડો.ગીરીશ ભીમાણી

 

હોમ સાયન્સ

ડો.નિલામ્બરીબેન દવે

ડો.અલ્પાબેન ચૌહાણ

 

પરફોમીંગ આર્ટસ

ડો.ભારતીબેન રાઠોડ

ડો.કલાધર આર્ય

 

આર્કિટેકચર

ડો. દેવાંગ પારેખ

ડો. રાહુલ મહેતા

 

કાયદા

ડો.મયુરસિંહ જાડેજા

ડો.નેહલ શુકલ

 

કોમર્સ

દક્ષાબેન ચૌહાણ

જે.એલ.ગરમોરા

 

શિક્ષણ

ડો.નિદત બારોટ

ડો.જનકભાઇ મકવાણા

 

ગ્રામવિદ્યા

પ્રો.એન.એચ.ઝાટકીયા

પ્રો. ઇન્દ્રવદન પુરોહીત

 

મેેનેજમેન્ટ

પ્રતાપસિંહ ચૌહાણ

સંજય ભાયાણી

 

ફાર્મસી

ડો.મીહીર રાવલ

ડો.સચીન પરમાર

 

સીન્ડીકેટ

 

 

 

ર૦૧પ થી ર૦૨૧

 

સીન્ડીકેટ ૨૦૧૫ થી ૨૦૧૮

 

ડો.નેહલ શુકલ

 

ડો.મેહુલ રૂપાણી

 

ડો.વિજય ભટાસણા

 

ડો.ધરમ કાંબલીયા

 

ડો.આર.ડી.વાછાણી

 

ડો.ભાવીન કોઠારી

 

પ્રશાંત ચાવાળા

 

ડો. હરદેવસિંહ જાડેજા

 

ડો.ગીરીશ ભીમાણી

 

ડો.પ્રવિણસિંહ ચૌહાણ

 

સીન્ડીકેટ ર૦૧૮ થી ર૦ર૧

 

ડો.નેહલ શુકલ

 

ડો. મેહુલ રૂપાણી

 

ડો.ભાવીન કોઠારી

 

ડો.ગીરીશ ભીમાણી

 

ડો. હરદેવસિંહ જાડેજા

 

ડો.ધરમ કાંબલીયા

 

ડો. વિજય ભટાસણા

 

ડો. પ્રફુલાબેન રાવલ

 

ડો. પ્રતાપસિંહ ચૌહાણ

 

(3:57 pm IST)