Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બેંક કર્મચારીઓ દ્વારા કાલે વિરોધ પ્રદર્શન

મે માસમાં હડતા : પગાર વધારો અને નોકરીની શરતો બાબતે અવાજ ઉઠાવાશેઃ રાજય વ્યાપી આંદોલન : રાજકોટમાં કાલે દેના બેંક પાસે દેખાવો

રાજકોટ  તા. ૧૬ : પગાર વધારો અને નોકરીની અન્ય શરતોની માંગણીને લઇને કાલે બેંક કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ અપાશે. તેમ ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનની યાદીમાં જણાવાયુ છે.

મે ૨૦૧૭ થી કર્મચારીઓની માંગણીને લઇને આઇબીએ દ્વારા કર્મચારી અને અધિકારીઓના સંગઠન સાથે વાટાઘાટો ચાલી રહી છે. હજુ સુધી કોઇ નિવેડો નહી આવતા કર્મચારી યુનિયને ફરી આંદોલનના માર્ગે જવા નિરધાર કરેલ છે.

પુરતો પગાર વધારો આપી નોકરીની અન્ય શરતો સુધારવા તેમજ સ્કેલ ૭ સુધીના અધિકારીઓને ચાલુ પ્રથા મુજબ સંગઠન સાથે વાત કરી સમાધાન કરવા સહીતના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

કાલે તા. ૧૭ ના રાજયના દરેક શહેરોમાં દેખાવો કરી વિરોધ પ્રદર્શન કરાશે અને તા. ૩૦-૩૧ મે ના હડતાલ ઉપર જવા નિર્ણય લેવાયો હોવાનું ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે. પી. અંતાણીની યાદીમાં જણાવાયુ છે.

રાજકોટમાં કાલે બેંક ઓફ ઇન્ડીયા, પરા બજાર ખાતે સાંજે પ વાગ્યે બેંક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે.

(3:47 pm IST)