Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સમસ્ત મહાજન દ્વારા ૨૯ ગામોમાં જળ સંચય અભિયાન

 સમસ્ત મહાજન દ્વારા ભારતમાં જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે અનેકવિધ સત્કાર્યો  થઇ રહ્યા છે. તેના ભાગરૂપે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન તળે ડીસા તાલુકાના બુરાલ, પેછડાલ, સાડીયા, શેરપુરા, પાલડી સહીતના ૧૬ ગામના ૧૯ સ્થળો, તળાવો ઉંડા તેમજ બનાસકાંઠા, પાટણ સહિતના ૨૯ સ્થળોએ જળ સંચય અભિયાન હાથ ધરાયુ છે. આગામી દિવસોમાં સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતમાં મહારાષ્ટ્રની જેમ જ વ્યાપકપણે જળ સંચય અભિયાન હાથ ધરાશે. રાજકોટમાં બે મહીનાથી જળ સંચય અભિયાન સમસ્ત મહાજન દ્વારા ચાલી રહ્યુ છે. જે અંતર્ગત સોમારપુરી મહારાજ ગૌશાળા આશ્રમ (ડીસા) ની સમસ્ત મહાજનના ગીરીશભાઇ શાહ, મિતલ ખેતાણી, નિલેશભાઇ રાયચુરા સહીતનાની ટીમે રૂબરૂ મુલાકાત લઇ ત્યાંના તળાવને ઉંડુ કરી, અબોલ જીવોના લાભાર્થે જળ સંચય માટે કામ પુરૂ થાય ત્યાં સુધી જેસીબી ફાળવવાની જાહેરાત કરી હતી. લોકભાગીદારીથી હાથ ધરાયેલ આ જળ સંચય અભિયાનથી પાણીના તળ ઉંચા આવશે. જરૂર પડયે ગામ દતક લવેાની તત્પરતા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને એનીમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર ગિરીશભાઇ શાહ (મો.૯૮૨૦૦ ૨૦૯૭૬) એ દર્શાવી હતી.

(2:17 pm IST)