Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

હાસ્યથી ભરપૂર કોમેડી ફિલ્મ એટલે 'પાગલપંતી'

'કોમેડી નાઈટ વીથ કપિલ' શોમાં દાદીનું પાત્ર ભજવતા અસગર અલી, ફોરમ મહેતા જેવા કલાકારો : આજે અમદાવાદમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ

રાજકોટ : પાર્ટનર અને જુડવા-૨ સહિત અનેક ફિલ્મો અને હિન્દી સિરીયલોમાં પાત્ર ભજવનાર અને કોમેડી નાઈટ વીથ કપિલમાં દાદીનો અભિનય કરનાર અભિનેતા અલીઅસગર ગઈકાલે રાજકોટમાં હતા. તેઓ ગુજરાતી ફિલ્મ ''પાગલપંતી''ના પ્રમોશન માટે આવ્યા હતા.

આગામી ૧ જૂને ગુજરાતી ફિલ્મ ''પાગલપંતી'' રજૂ થઈ રહી છે. ફિલ્મનું નામ સાંભળતા જ એમ લાગે કે આ કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં અલી અસગર, ફોરમ મહેતા, હીતાર્થ, અકીઝા, રાહુલ દેવ, મુકુલ દેવ સહિતના કલાકારો છે. ફિલ્મના ડાયરેકટર જે.ટી. પટેલ જયારે નિર્માતા જીમ્મી અસીજા અને વીરેન ખુંટ છે. ૪૦ થી ૪૫ દિવસમાં આ ફિલ્મ બની છે અને તેનું શૂટીંગ ફીજી આયરલેન્ડમાં થયુ છે. સંગીત અરવિંદ વેગડાનું છે. જયારે ગાયકો અમન, જીગરદાન ગઢવી છે. આજે અમદાવાદમાં આ ફિલ્મનું ટ્રેલર રજૂ થવાનુ છે.

એક વિલનને શોધવા જાય છે તેના ઉપર એકદમ હાસ્યફુલ કોમેડી ફિલ્મ છે. હળવી ફૂલ કોમેડી ફિલ્મ દર્શકોને ખૂબ ગમશે તેમ કલાકારોએ કહ્યુ હતું.

તસ્વીરમાં કલાકાર અસગર અલી, ફોરમ મહેતા, હિતાર્થ સહિતના કલાકારો સાથે પરેશભાઈ દવે, મિલન કોઠારી વિ.નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૭)

(2:15 pm IST)