Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ક્રાંતિમાનવ સેવા ટ્રસ્ટ આયોજીત બહેનોના સમર ટ્રેનિંગ કલાસનું કાલે સમાપનઃ ૨૦મીએ પ્રમાણપત્ર એનાયત

રાજકોટ,તા.૧૬: શ્રી ક્રાંતિમાનવ સેવા ટ્રસ્ટ દ્વારા સમર ટ્રેનીંગ કલાસનું મહિલા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ કલાસીસમાં મહેંદી, મેકઅપ, હેરસ્ટાઈલ, સ્પોકન ઈંગ્લીશ, દાંડીયારાસના સ્ટેપ, કુકીંગ, આઈસક્રીમ, સરબત, કેક, ગ્રીટીંગ અને લગ્નોત્સવની વસ્તુઓનો શણગાર, જેવા વિષયોમાં ૬૭૦ બહેનોએ ભાગ લીધો હતો.

આ બહેનોને તાલીમ ધારાબેન પટેલ, નિરાલીબેન કાનાણી, ભાવનાબેન ડોડીયા, મધુબેન પટેલ, યાસ્મીન શાદીકોટ, વગેરે વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. સમર કલાસીસ ઈન્ચાર્જ જેન્તીભાઈ લીંબાસીયા, મલકેશ પરમાર, હરેશભાઈ ભાગીયા, ભગવાનજીભાઈ વેકરીયા, ઘેલાભાઈ ટોપીયા, રસિકભાઈ રૈયાણી, વિજયભાઈ વોરા, ચંદ્રેશ ડોબરીયા, સંજયભાઈ હીરાણી, પરેશ પીપળીયા તથા મહિલા સંકલન સમિતિ દિપ્તીબેન હીરાણી, તૃપ્તીબેન અકબરી, આરતીબેન પરમાર, ભાનુબેન બોરસદીયા, ભાવનાબેન નંદાસણા, રાજેશ્રીબેન માલવીયા, કનુબેન ઠુંમર, મધુબેન કાકડીયા, સવિતાબેન તળપદા, ભારતીબેન વીટડીયા, કિન્નરીબેન ચૌહાણ, નીરૂબેન ડોબરીયા, મુકતાબેન કયાડા, શોભનાબેન મોલીયા, રંજનબેન હીરાણી, જયોત્સનાબેન લીંબાસીયા, હંસાબેન હાપલીયા, મંજુબેન ગોસ્વામી, પૂજાબેન ખુંટ, ભાવિશાબેન પીપળીયા છે.

આ સમર ટ્રેનીંગ કલાસની પુર્ણાહુતી તા.૨૦ના રોજ કાતિર્ક પાર્ટીપ્લોટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાસગરબાનો કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓને ભેટ અને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ભેટ બાન લેબ્સવાળા મૌલેશભાઈ ઉકાણી તરફથી દરેક વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:14 pm IST)