Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સિંગાપોરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લેતું મ્યુનિ.કોપોરેશન પ્રતિનિધિ મંડળ

પદાધિકારીઓ, મ્યુનિ. કમિશનર અને અન્ય અધિકારીઓએ પ્લાન્ટનો અભ્યાસ કર્યો

રાજકોટ, તા.૧૫: મુનિ.કોપોરેશનના  એક પ્રતિનિધિ મંડળે સિંગાપોર ખાતે કાર્યરત્ત્। વેસ્ટ ટુ એનર્જી માટેના વર્લ્ડ કલાસ પ્લાન્ટની મુલાકાત લઇ તેની વિવિધ ટેકનિકલ અને અન્ય મહત્વપૂર્ણ બાબતોનો અભ્યાસ કર્યો હતો. મહાનગરપાલિકાના પ્રતિનિધિ મંડળમાં મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  પુષ્કરભાઇ પટેલ તથા ભૂતપૂર્વ મેયર  ઉદયભાઈ કાનગડ, સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન  કશ્યપભાઈ શુકલ, ડેપ્યુટી કમિશનર  ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર  એન.આર.પરમાર તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર  અંબેશ દવે જોડાયા હતાં.

     આ પ્લાન્ટની મુલાકાત વિશે પદાધિકારીશ્રીઓ અને મ્યુનિ. કમિશનરએ એમ જણાવ્યું હતું કે, કેપ્પલ સેદ્યર્સ એન્જીનીયરીંગ સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડ ના નામથી કાર્યરત્ત્। આ વર્લ્ડ કલાસ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે અને તેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો સમન્વય થયેલો છે. વિશ્વના ૩૫૦ થી વધુ જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણની દ્રષ્ટિએ આ બાબત ખુબ જ અગત્યની બની જાય છે.

સિંગાપોર સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ૮૦૦ ટન વેસ્ટની ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટની પ્રોસેસમાં મિકસ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. વેસ્ટ ટુ એનર્જી પ્રોસેસ પૂર્વે વેસ્ટનું સેગ્રીગેશન ( કચરાનું વર્ગીકરણ ) કરવાની પણ જરૂરિયાત રહેતી નહી હોવાથી વેસ્ટ સેગ્રીગેશનની એક આખી પ્રિ-પ્રોસેસ જ નીકળી જાય છે અને ખર્ચમાં દ્યણી બચત થાય છે. ૨૪હૃ૭ એટલે કે રોજ ચોવીસે કલાક કાર્યરત્ત્। રહેતો સિંગાપોર નો આ પ્લાન્ટ રોજ ૨૦ મેગા વોટ એનર્જીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટ સ્થાપવા માટે આશરે ૧.૬ એકર જેટલી જમીનની આવશ્યકતા રહે છે, તેમ પણ તેઓએ જણાવ્યું હતું.(૨૨.૧૭)

(4:00 pm IST)