Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રાજકોટમાં IAS-IPS-IRSની UPSCની પરીક્ષામાં ૩૭૦૦ ઉમેદવારોઃ ૩ જુને પરીક્ષા

કુલ ૧૬ સેન્ટરઃ બે સેશનમાં એકઝામઃ કલેકટર કચેરીમાં ખાસ કન્ટ્રોલ રૂમ

રાજકોટ તા. ૧૫: સતત ત્રીજા વર્ષે યુપીએસસીની રાજકોટમાં પરીક્ષા લેવાશે, આ અંગે કલેકટરશ્રીને સુકાન સોંપાયું છે

કલેકટર કચેરીના સાધનોના ઉમેર્યા પ્રમાણે આઇએએસ- આઇપીએસ- આઇઆરએસ થવા માંગતા ઉમેદવારોની યુપીએસસી દ્વારા પરીક્ષા લેવાય છે.

આ વખતે રાજકોટમાં ૧૬ કેન્દ્રો રહેશે, તમામ સ્થળે પાણી-વીજળી- સફાઇની  સુવિધા જોવા સુચના અપાઇ છે, કુલ ૩૭૦૦ ઉમેદવારો સવારે પેપર -૧, અને બપોરે પેપર -૨ની પરીક્ષા આપશે, ૩ જુને પરીક્ષા લેવાશે, અને કલેકટર કચેરી ખાતે ખાસ સ્પે. કન્ટ્રોલરૂમ-સ્ટ્રોંગરૂમ ઉભા કરાશે. દરેક વર્ગમાં આસી. સુપરવાઈઝર અને ઇન્વીઝીલેટર સ્ટાફ માટે કલેકટર દ્વારા હવે આદેશો થશે.

(4:22 pm IST)