Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

મૃતક- સ્વજનનો મૃતદેહ મેવવા બે- બે દિવસથી ભુખ્યા- તરસ્યા છેઃ કલેકટરશ્રી કંઇક વ્યવસ્થા કરો

રાજકોટ સિવીલ હોસ્પીટલમાં સર્જાયેલી વિકટ પરિસ્થીતીનો અંત લાવોઃ મોહનભાઇ સોજીત્રાનું આવેદન

રાજકોટ તા. ૧૬ :.. સીવીલ હોસ્પીટલમાં કોરોનાં મહામારી વચ્ચે મૃત્યુ પામનારા મૃતકોનાં મૃતદેહો મેળવવામાં બે-બે દિવસ રાહ જોવી પડતી હોઇ આ બાબતે તાકીદે યોગ્ય વ્યવસ્થા કરાવવા સમાજ ઍકતાં ઍજયુકેશન ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં હોદેદારો તેમજ પૂર્વ ડે. મેયર મોહનભાઇ સોજીત્રાઍ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

હાલમાં મૃત્યુનો આંકડો વણથંભ્યો દિન-પ્રતિદિન વધવામાં જ હોય, આથી જ રાજકોટ સિવિલ હોસ્પીટલના શબઘરમાં લાશોના લાગી રહેલ આપામાંથી લોકોને પોતાના મૃતક સ્વજનની લાશ મેળવવા માટે હોસ્પીટલનાં શબઘર પાસે અંદાજે ૧૦૦ થી ૧પ૦ લોકો અશ્રુભીની આંખે દિવસ-રાત ભૂખ્યા-તરસ્યા પોતાના સ્વજનની લાશની સોંપણી માટે બેઠા રહેલ હોય, તેમ છતાં, મૃતકની લાશને ગોંધી રાખવામાં આવે છે તે કેટલે અંશે વ્યાજબી અને યોગ્ય ગણાય ? મૃતકના સ્વજનો તથા સગા-સંબંધી લાશ સોîપવાની રાહ જોઇને હોસ્પીટલમાં બે-ત્રણ દિવસ બેઠા રહે અને ઘરના સભ્યો સગા-સંબંધીઓ જયાં સુધી મૃતકનો અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં સુધી ઘરમાં ચુલો પણ સળગાવતા હોતા નથી. ઍ ભરતીય સંસ્કૃતિ મુજબ ભુખ્યા-તરસ્યા રહે છે.

આથી આપને વિનંતી છે કે, મૃતકના બે-ચાર પરિવારજનોને સાથે રાખીને મૃતકની દફનવિધિ કે અગ્નિ સંસ્કાર, આરોગ્ય વિભાગના સ્ટાફની હાજરીમાં ત્વરિત-બે-પાંચ કલાકમાં કરવાનો પ્રબંધ સંકલન સાધી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.

(4:32 pm IST)