Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ગુજરાતમાં રેમડેસીવીર- ઓકસીજનની તાતી જરૂરઃ કોંગ્રેસ

ભાજપના રાજમાં ભાજપ શાસિત રાજયો બેહાલઃ વશરામભાઇ સાગઠિયા અને મકબુલ દાઉદાણીનો આક્ષેપ

Alternative text - include a link to the PDF!

રાજકોટ, તા.૧૬: મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીએ આક્ષેપ કર્યો હતો, કે હાલ રાજયમાં રેમડેસીવીર અને ઓકસીજન તેમજ હોસ્પિટલમાં બેડની અછતથી નિર્દોષ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે ત્યારે ગુજરાતમાં જ ઉત્પાદન થતા રેમડેસીવીર , ઓકસીજન ની તાતી ઘટ પડી રહી છે ત્યારે લોકોને મદદમાં આવવાની જગ્યાએ રાજય સરકારને કમાણી કરવામાં રસ છે આથી ગુજરાત રાજયમાં અનેક નિર્દોષ લોકોએ સરકારની લાપરવાહી થી પોતાની જાન ગુમાવવી પડી રહી છે.

આ અંગે વશરામભાઈ સાગઠીયા અને મકબુલ દાઉદાણીએ જણાવ્યું છે કે ગુજરાત રાજયમાં ભાજપની સરકાર હાલ શાસન કરી રહી છે  અને ગુજરાતમાં રેમડેસીવીર અને ઓકસીજનનું ઉત્પાદન ભરપુર થઇ રહ્યું હોય ત્યારે બીજા રાજયમાં બેઠેલી ભાજપ સરકાર જ  આ દવાનો જથ્થો હાથમાંથી લઇજઈ રહી છે ત્યારે ગુજરાત રાજય સરકાર શું કરી રહી છે એ ખબર નથી પડતી લોકમુખે ચર્ચાઈ રહયુ છે કે 'ઘરના ઘંટી ચાટે ને  પાડોશી ને ત્યાં આંટો'. કહેવત ગુજરાતમાં સાર્થક થઇ રહયાનો આક્ષેપ તેઓએ કર્યો હતો.

(4:13 pm IST)
  • સીબીઆઈના પૂર્વ વડાનો કોરોનાએ જીવ લીધો : દેશની સર્વોચ્ચ જાસૂસી સંસ્થા સીબીઆઈના પૂર્વ વડા રણજીત સિંહાનું કોરોના પોઝીટીવ આવતા સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે : એમનો કોરોના ડીટેકટ થયા પછી ૨૪ કલાકમાં જ દિલ્હી ખાતે તેમનું અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 12:54 pm IST

  • રાજકોટમાં ૩૯ ડીગ્રીઃ ૧૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે access_time 3:37 pm IST

  • કોવિડ-૧૯ નિયંત્રણ માટે વિજયભાઈ રૂપાણીનો ૭ શહેરના મેડિકલ એસોસીએશન સાથે સંવાદ : વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે સાંજે ૪ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, મહેસાણા અને આણંદના ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના સભ્યો સાથે કોરોના નિયંત્રણ સંદર્ભે ગાંધીનગરથી સંવાદ કરેલ access_time 4:01 pm IST