Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોરોના વગરના મૃતકો માટે વધુ ત્રણ સ્મશાનો શરૂ કરાયા

કણકોટ, માધાપર અને જય જવાન જય કિશાન સોસાયટી પાસે, મોરબી રોડ ખાતે નોન કોવિડ બોડીના અગ્નિસંસ્કાર થઇ શકશે

રાજકોટ,તા. ૧૬:  મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર મુખ્ય સ્મશાન હંગામી સમય માટે કોવિડ બોડી માટે અનામત રાખવામાં આવેલ છે.

શહેરના તથા આસપાસના ગામોના ૯ સ્મશાનો નોન-કોવિડ બોડી માટે ચાલુ રાખવામાં આવેલ છે જેમાં નીચે મુજબના વધુ ત્રણ સ્મશાનોનો ઉમેરો કરવામાં આવેલ છે.

શહેરીજનો આ સ્મશાન ખાતે સંપર્ક કરી નોન-કોવિડ બોડી સીધા લઈ જઈ શકશે.

ક્રમ

સરનામું

કોન્ટેકટ નંબર

સ્મશાનગૃહ કણકોટ ગામ

શૈલેષભાઈ નંદાણીયા - ૯૯૭૯૧૦૪૨૦૪, ૮૭૮૦૬૦૪૮૫૮

સ્મશાનગૃહ માધાપર ગામ

ઢોલાભાઈ – ૯૮૭૯૨૬૩૨૭૧

સ્મશાનગૃહ,  જય જવાન જય કિશાન  

સોસા.પાસે, મોરબી રોડ, રાજકોટ

ભરતભાઈ - ૯૮૭૯૨૧૧૩૨૭

(4:12 pm IST)