Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કર્ફયુ ભંગના ૧૨૫, માસ્કના ૨૩ મળી કુલ ૧૯૩ કેસ

માઇક્રોકોરોન્ટાઇન અને હોમ કોરોન્ટાઇનનું પાલન ન કરનારા ૮ ઝપટે ચડ્યા

રાજકોટ,તા. ૧૭: કોરોનાનું સતત વધી રહેલા સંક્રમણને કાબુમાં લેવા માટે સરકારની માર્ગદર્શિકા મુજબ પોલીસ દ્વારા રાત્રી કર્ફયુનો ચૂસ્તપણે અમલ કરાવી રહી છે. ગઇ કાલે જુદા-જુદા વિસ્તારોમાંથી પોલીસ કર્ફયુ ભંગના ૧૨૫, માસ્ક પહેર્યા વગરની નીકળેલા ૨૩ મળી કુલ ૧૯૩ ક્રોસ પોલીસે દાખલ કર્યા છે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે રાત્રે કર્ફયુ દરમ્યાન દુકાનો ખુલ્લી રાખીને બેઠેલા, પગપાળા તથા વાહન લઇને આંટો મારવા નીકળેલા, રીક્ષામાં વધુ પેસેન્જરોને લઇને નીકળેલા ચાલકો, માસ્ક પહેર્યા વગર નીકળેલા તેમજ હોમ કોરોન્ટાઇન અને કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાંથી બહાર નીકળનારા લોકોને પકડી કાર્યવાહી કરી હતી. જેમાં કર્ફયુ ભંગ કરનારા ૧૨૫ તથા માસ્ક પહેર્યા વગર નીકળેલા ૨૩ મળી કુલ ૧૯૩ કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવીહતી.

(4:08 pm IST)