Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ચિમનભાઇ શુકલ લોક કલ્યાણ ટ્રસ્ટ પ્રેરિત

વોર્ડ નં.૭ના કોરોનાગ્રસ્ત કુટુંબ માટે નિઃશુલ્ક કોવિડ અન્નાપૂર્ણા સહાય

પ્રથમ પાયલોટ પ્રોજેકટમાં માત્ર વોર્ડ નં. ૭નો સમાવેશ

રાજકોટ, તા. ૧૭ :  કોરોના મહામારીની ગંભીર સ્થિતિમાં હાલ લોકો બેડ, ઇન્જેકશન, દવા અને સારવાર માટે દોડધામ કરે છે ત્યારે શ્રી ચીમનભાઇ શુકલ લોક કલ્યાણ ટ્રસ્ટ પ્રેરીત નિઃશુલ્ક કોવીડ અન્નપૂર્ણા સહાય પાયલોટ પ્રોજેકટ માત્ર વોર્ડ નં. ૭ (સાત) રાજકોટ પુરતો શરૂ કરવામાં આવ્યો છે.

શ્રી ચિમનભાઇ શુકલ લોક કલ્યાણ ટ્રસ્ટ પ્રેરીત વોર્ડ નં. ૭ (સાત) પુરતો નિઃશુલ્ક કોવીડ અન્નપૂર્ણ સહાય પાયલોટ પ્રોજેકટ અંતર્ગત રાજકોટમાં કોરોનાગ્રસ્ત કુટુંબને સંપૂર્ણ નિઃશૂલ્ક ભોજન આપવામાં આવશે. તેના પાયલોટ પ્રોજેકટ તરીકે શરૂઆત રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન વોર્ડ નં.૭ (સાત) ના કોરોનાગ્રસ્ત પરિવારો માટે વિનામૂલ્યે સાત્વિક ભોજન સવારે પહોંચાડાશે.

શ્રી ચિમનભાઇ શુકલ લોક કલ્યાણ ટ્રસ્ટ પ્રેરિત નિઃશૂલ્ક કોવીડ અન્નપૂર્ણા સહાય પાયલોટ પ્રોજેકટ માત્ર વોર્ડ નં. ૭ (સાત) ના રહેવાસી જ પોતાના પરિવારના સભ્યોનો કોવીડ રીપોર્ટ, રેશનકાર્ડ પુરૂ નામ સરનામું મોબાઇલ નંબર નેહલ શુકલ૭૯૯૦૧ ૬૦૭૦૦ અને કશ્યપભાઇ શુકલ ૯૮ર૪૩ ૦૦૯૯૯ મોબાઇલ ઉપર સફળ નામ નોંધાવી બાદ બીજે દિવસે સવારનું ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પાયલોટ પ્રોજેકટમાં શ્રીમતિ અંજલીબેન રૂપાણી અને નિતિનભાઇ ભારદ્વાજની પ્રેરણા રહી છે. વ્યવસ્થાપક ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી, ડો. મેહુલ રૂપાણી, શ્રીમતિ નેહા શુકલ, પિયુષભાઇ કાર્યરત છે.

(4:06 pm IST)