Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રાજકોટ જિલ્લામાં ૮૪૦ ચેક ડેમોઃ ૩પની મરામતમાં ૧૬૪ લાખ ખર્ચાશે

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અર્જુન ખાટરિયાને જવાબ

રાજકોટ તા. ૧૬ :.. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અર્જુન ખાટરીયાએ ચેક ડેમો શિક્ષકોની બદલી, વિદ્યાર્થીઓને કોરોના વગેરે સવાલો ઉઠાવ્યા હતાં.

ચેક ડેમો અંગેના સવાલના જવાબમાં વહીવટી તંત્રએ જણાવેલ કે પંચાયતના સિંચાઇ વિભાગ હેઠળ ૮૪૦ ચેક ડેમો છે. જે પૈકી મરામત કરવા પાત્ર મંજૂર થયેલ. ચેક ડેમોની સંખ્યા ૩પ છે. મરામત માટે અંદાજીત ખર્ચ રૂ. ૧૬૪.રપ લાખ છે. મંજૂર ૩પ કામો પૈકી ૪૮.૬પ લાખના ખર્ચે ૧૪ કામો પૂરા થયા છે. પ૩.૬૦ લાખના ખર્ચે ૧૬ કામો કરવાના બાકી છે.

બોગસ કોરોના રીપોર્ટ અટકાવવા જિલ્લાના કંટ્રોલ રૂમ અને લેબ. કક્ષાએથી રેન્ડમલી તપાસની વ્યવસ્થા કરવામાં આવ્યાનું જણાવાયું હતું.

(4:05 pm IST)