Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.નાં

મોરબી શાખાના ખાતેદાર દેવજીભાઇ પરમારને ચેક રિટર્નમાં કેસમાં એક વર્ષની જેલ : વળતરની રકમ ચૂકવવા હુકમ

રાજકોટ, તા. ૧૬:  બેંકમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરો મટો ફરી એકવાર સજા સાથે દાખલા રૂપ ચુકાદો મોરબી કોર્ટે આપ્યો છે.

વિગતથી જોઇએ તો, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની મોરબી શાખાના ખાતેદારે દેવજીભાઇ માધવજીભાઇ પરમારને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ટર (એનપીએ) થયું હતું. ખાતેદાર આપેલ વસુલી રકમનો ચેક પરત ફર્યો હતો.

જેથી બેંકે તા. ૩-૮-ર૦૧૬ના દેવજીભાઇ માધવજીભાઇ પરમાર સામે મોરબીની નેગોશીયેલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલી કર્યો હતો. ખાતેદાર મુળ ચેક રિટર્નનની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.

આથી, ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ નામદારની કોર્ટે ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮૭ હેઠળ દેવજીભાઇ માધવજીભાઇ પરમારને ૧ વર્ષની જેલની સજા અને ચેક રિટર્નના વળતર રૂપે રૂ. ૭,ર૪,૪૭૮/- ની રકમ ચુકવવાની સજા ફરમાવી હતી. સાથોસાથ ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખ ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહિત ચુકવવાના રહેશે. દેવજીભાઇ માધવજીભાઇ પરમાર આ રકમ ન ચુકવે તો બીજા ૯૦ દિવસની વધારાની કેદની સજા ફરમાવી હતી.

ચેર રિટર્નના કેસની આ કામગીરીમાં બેંક વતી એડવોકેટ પી.એચ. વાળા, ફરીયાદી મિલનભાઇ ભટ્ટ હતા.+

(4:05 pm IST)