Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોરોનાના વધતા કહેર વચ્ચે ઈમ્યુનીટી બુસ્ટર લીલા નાળીયેરના ભાવ આસમાને પહોંચી ગયા

કોરોના વધતા કેસો વચ્ચે લીલા નાળીયેરની ડીમાન્ડ એકાએક વધી ગઈ છે. ઈમ્યુટીની બુસ્ટર ગણાતા લીલા નાળીયેરના ભાવમાં ૨૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. અત્યાર સુધી ૨૫થી ૪૦ના ભાવ વચ્ચે મળતુ નાળીયેર હવે ૬૦થી ૭૦માં મળતુ થયુ છે. શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરતુ લીલા નાળીયેરનું પાણી એન્ટી બેકટેરીયલ તત્વોેથી ભરપૂર હોય છે. આ જ કારણોસર ડોકટરો અને નિષ્ણાંતો દર્દીઓને લીલા નાળીયેરનું પાણી પીવા સલાહ આપે છે. જેની અસર વેચાણ, માંગ અને ભાવ પર પડી છે. નિષ્ણાંતોના કહેવા મુજબ ઈમ્યુનીટી મજબૂત કરવા માટે આ ગુણકારી છે. તેમા વિટામીન, મીનરલ્સ, એન્ટી ઓકિસડન્ટ, બી કોમ્પ્લેકસ અને વિટામીન-સી ભરપૂર હોય છે એટલુ જ નહિ તેનાથી ગ્લુકોઝનું સ્તર પણ જળવાઈ રહે છે. આજ રીતે ઈમ્યુનીટી મજબૂત થવાની સાથે ઈન્ફેકશનની સંભાવના પણ ઘટી જાય છે. રાજકોટમાં નાળીયેર વેચતા લોકોનું કહેવુ છે કે ઉપરથી માલ ઓછો આવવાના કારણે ભાવો વધ્યા છે. રાજકોટમાં ૯૯૦૪૭ ૮૦૦૫૪ ઉપર નેચરલ ડ્રીંક ગણાતા લીલા નાળીયેરની જો ૫ નંગથી વધુનો ઓર્ડર હોય તો હોમ ડીલીવરી કરવામાં આવે છે. તસ્વીરમાં એક દંપતિ આ ઈમ્યુનીટી બુસ્ટર ખરીદતા નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:12 pm IST)