Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

બંગડી બજારમાં મોબાઇલ તફડાવ્યાની વાતે એક શખ્સની ધોલધપાટઃ રોડ પર સુઇ જતાં લોકોના ટોળા ભેગા થયા

નાકરાવાડીના રહેવાસીનો મોબાઇલ હતોઃ પોલીસે શખ્સને પુછતાછ માટે અટકાયતમાં લીધો

રાજકોટ તા. ૧૬: શહેરની બંગડી બજારમાં એક દૂકાનમાં ખરીદી માટે નાકરાવાડીથી આવેલા મનજીભાઇ નામના વ્યકિત કપડા જોઇ રહ્યા હતાં ત્યારે બાજુમાં ઉભેલા શખ્સે નજર ચુકવી તેનો મોબાઇલ તફડાવી લીધો હોવાની વાતે દેકારો મચીગયો હતો. 

મનજીભાઇને મોબાઇલ ગૂમ થયાની ખબર પડી જતાં દૂકાનમાં પોતાની બાજુમાં જ ઉભેલા શખ્સને લોકોએ લાફાવાળી કરી હતી અને પોલીસને જાણ કરી હતી. પરંતુ બહાર નીકળતાં જ આ શખ્સ રોડ પર સુઇ જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

એ-ડિવીઝન પોલીસની ટીમે આ શખ્સને સકંજામાં લઇ તેની પુછતાછ હાથ ધરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતાં. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:11 pm IST)