Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રાજકોટમાં તાબડતોબ ૫૦ હજાર એન્ટીજન કીટ મંગાવાઇ

ગઇકાલ સાંજે ૬ હજાર આવી ગઇ આજે બીજી રેપીડ કીટનો જથ્થો આવશેઃ કીટની અછત નહી રહે : પ્રદિપ ડવ - પુષ્કર પટેલ

રાજકોટ તા. ૧૬ : જાહેરમાં કોરોનાની સ્થિતિ બેફામ બની છે ત્યારે મનપાના આરોગ્ય કેન્દ્રો અને ટેસ્ટીંગ બુથ ઉપર સેંકડો લોકો ટેસ્ટીંગ માટે ઉમટી પડતા હોય બધી જ જગ્યાએ એન્ટીજન ટેસ્ટીંગ કીટની અછત સર્જાય છે. જો કે આ અછતને પહોંચી વળવા મનપા દ્વારા નવી ૫૦,૦૦૦ એન્ટીજન કીટ તાબડતોબ મંગાવાય છે.

આ અંગે મેયર પ્રદિપ ડવ તથા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઇકાલ સાંજે ૬ હજાર જેટલી રેપીડ કીટ આવી ગઇ હતી. બીજી કીટ આજ સાંજ સુધીમાં આવી જશે. એન્ટીજન કીટની અછત સર્જાશે નહિ.

આ ઉપરાંત કોરોનાના દર્દીઓ માટે ૭૫ ધન્વંતરી રથ તથા ૩૬ આરોગ્ય રથની સેવા સતત ચાલુ છે તેમજ વધુ ૪૦ જેટલા ધન્વંતરી રથ શરૂ કરવા તજવીજ હાથ ધરાય છે. તેવી જ રીતે ૧૦૪ એમ્બ્યુલન્સની સેવા ચાલુ છે. ૧ કલાકની સમય મર્યાદામાં જ આ સેવા દર્દીને મળી રહેશે. માટે નગરજનો આ બાબતે તંત્રને સહયોગી થાય તે જરૂરી છે. તેવી વિનંતી મેયર પ્રદિપ ડવ તથા સ્ટે. ચેરમેન પુષ્કર પટેલે કરી હતી.

(3:11 pm IST)