Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ગવરીદળમાં મકાઇના પાકમાં દવા છાંટવા ન જતાં દિપકને લાકડીથી ફટકારાયો

હાથની આંગળીમાં ફ્રેકચરઃ કાકા જયંતિભાઇ અને સાથેના વિપુલે હુમલો કર્યો

રાજકોટ તા. ૧૬: મનહરપુર ગામમાં રહેતા દિપક વિનુભાઇ અગેચણીયા (ઉ.વ.૨૧)ને ગવરીદળમાં પોતાની વાડીએ હતો ત્યારે તેના કાકા જયંતિભાઇ લાખાભાઇ અગેચણીયા અને તેની સાથેના વિપુલ ભીખાભાઇ રબારીએ ગાળો દઇ લાકડીથી હુમલો કરી માર મારતાં ડાબા હાથના પોંચામાં ઇજા થતાં અને આંગળી ભાંગી જતાં સારવાર લેવી પડી હતી.

આ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ થતાં દિપકની ફરિયાદ પરથી જયંતિ અને વિપુલ સામે ગુનો નોંધાયો છે. દિપકના કહેવા મુજબ હું અને મારા પિતા મારી વાડીએ હતાં ત્યારે મને જયંતિએ પોતાની વાડીના મકાઇના પાકમાં દવા છાંટી જવાનું કહેતાં મારા પિતાએ ત્યાં જવાની ના પાડતાં જયંતિ અને સાથેના વિપુલે ઝઘડો કરી ગાળો દઇ વાંસની લાકડીથી હુમલો કરતાં હાથની આંગળીમાં ફ્રેકચર થઇ ગયું હતું તેમજ આ બંનેએ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. પીએસઆઇ એન. બી. ડાંગર વધુ તપાસ કરે છે.

(3:07 pm IST)