Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર માટે કુલ ૩,૧૦૦ બેડ કાર્યરત: ૨,૯૭૧ દર્દીઓ સારવાર હેઠળ - ૧૨૯ બેડ ઉપલબ્ધ

નવા ૪૯ બેડની સુવિધા સાથે ખાનગી હોસ્પિટલોના બધા મળી ૧,૩૫૯ બેડ કાર્યરત

રાજકોટ:રાજકોટ શહેર- જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે બપોરે ૪:૦૦ કલાકની સ્થિતિએ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના મળીને કુલ ૩,૧૦૦  બેડ કાર્યરત છે. હાલ ૨,૯૭૧ દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ ૧૨૯ બેડ ઉપલબ્ધ હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
 પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલ ખાતે ૫૩૮ ઓક્સિજન બેડ સહીત કુલ ૮૦૮ બેડ કાર્યરત છે. અહીં ૭૮૩ દર્દીઓ સારવાર હેઠળ છે, હાલ ૨૫ બેડ ઉપલબ્ધ છે. સમરસ ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ૫૧૬ બેડ ઓક્સિજન સાથની સુવિધા સાથે કાર્યરત છે. ૪૮૭ દર્દીઓ સારવાર હેઠળ છે, હાલ અહીં ૨૯ બેડ ખાલી છે.
 ઈ.એસ.આઈ.એસ. સેન્ટર ખાતે ૪૧ બેડ ની સુવિધા છે, હાલ તમામ બેડ ઉપલબ્ધ છે. ગોંડલ સ્થિત ડેડીકેટેડ હેલ્થ સેન્ટર ખાતે ૮૧ બેડ ઓક્સિજનની સુવિધા સાથે કુલ ૮૨ બેડ કાર્યરત છે. અહીં ૭૩ દર્દીઓ સારવાર હેઠળ છે, હાલ ૯ બેડ ખાલી છે. કેન્સર હોસ્પિટલ સ્થિત કોવીડ સેન્ટર ખાતે ૧૯૭ પૈકી ૧૭૭ બેડ ઓક્સિજનની સુવિધા સાથે કાર્યરત છે. હાલ ૧૭૭ દર્દીઓ સારવાર હેઠળ તેમજ ૨૦ બેડ ઉપલબ્ધ છે. જસદણ સબ ડીસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર ખાતે ૨૪ બેડ ઓક્સિજન સાથે મળી કુલ ૨૭ બેડની સુવિધા છે. અહીં ૨૪ દર્દીઓ સારવાર હેઠળ તેમજ ૩ બેડ ઉપલબ્ધ છે. જયારે ધોરાજી સબ ડીસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજનની સુવિધા સાથેના ૩૫ મળી કુલ ૭૦ બેડનું સુવિધા છે. અહીં કુલ ૭૦ દર્દીઓ સારવાર હેઠળ છે.
  જયારે નવા ૪૯ બેડની સુવિધા સાથે ખાનગી હોસ્પિટલોના બધા મળી ૧,૩૫૯ બેડ કાર્યરત છે. ૯૫૮ બેડ ઓક્સિજનની સુવિધા સાથે છે. હાલ ૧,૩૫૭ દર્દીઓની સારવાર ચાલી રહી છે જયારે ૨ બેડ ખાલી છે.
 પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ૨૦૫ તેમજ ખાનગી હોસ્પિટલમાં ૪૦૧ મળી કુલ ૬૦૬ વેન્ટિલર ઉપલબ્ધ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(7:45 pm IST)