Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

રૂ. ર૦ લાખ અને ૧૯ લાખના જુદા જુદા ચેક રિટર્ન કેસમાં આરોપીને એક-એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

૬૦ દિવસમાં ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ એક-એક વર્ષની સજાનો આદેશ

રાજકોટ તા. ૧૬ : રૂ.૩૯ લાખના ચેર રિટર્ન કેસના આરોપીને અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની વિગત એવી છે કે રાજકોટના કુવાડવા રોડ, રણછોડનગર સોસાયટી, શેરી નં.૭-૧પ કોર્નર, 'આકાશ ગંગા' ખાતે રહેતા પરેશકુમાર હરીાલ બાબીયાએ તેમના વર્ષો જુના અંગત મીત્ર કિરીટભાઇ ગોરધનભાઇ કોઠીયા રહેઃ બ્લોક નં.૬પ, પુજા પાર્ક-૩, માયાણી ચોક, બેકબોન શોપીંગ સેન્ટર પાસે, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજકોટનાને આર્થિક મદદ માટે હાથ ઉછીના રોકડા રૂ.૩૯,૬૦,૦૦૦/- અંક રૂપિયા ઓગણ ચાલીસ લાખ સાંઇઠ હજાર પુરા આપેલા હતા.ત્યાર બાદ તેમના આરોપી મીત્ર પાસેફરીયાદીને ચુકવવા માટે એક સાથે આટલી મોટી રકમ ન હોવાથી રકમ ચુકવવા માટે અલગ અલગ તારીખોના કુલ ચાર ચેક આપેલા. જ તમામ ચેક ફરીયાદીએ તારીખ મુજબ પોતાના ખાતામાં જમા કરાવતા ચારેય ચેક પરત ફરેલા. આમ આરોપીના તમમ ચેક પરત ફરતા ફરીયાદીએ તેમની લેણી રકમ વસુલવા માટે વકીલ મારફત અલગ બે કેસ દાખલ કરેલા હતા જેમાં એક કેસ રૂ.ર૦,૦૦,૦૦૦ તથા બીજો કેસ રૂ.૧૯,૬૦,૦૦૦/-નો આમ કુલ બે કેસની ફરીયાદ રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ કરેલી હતી.

ઉપરોકત બંને કેસ પુરાવો લઇ ચાલી જતા રાજકોટના એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી એન.એસ.વસવેલીયાની કોર્ટે ફરીયાદીની દલીલ તથા પુરાવો ધ્યાને લઇ આ કામના આરોપી કિરીટભાઇ ગોરધનભાઇ કોઠીયાને બન્ને કેસમાં તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. આમ કોર્ટે બન્ને કેસમાં એક-એક વર્ષની સજા તથા દિવસ-૬૦ માં ફરીયાદીને ચેક મુજબની રકમ ચુકવવી અને જો દિવસ-૬૦ માં ફરીયાદીને ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ એક-એક વર્ષની સજાનો હુકમ કરેલ છે આ બન્ને કેસમાં ફરીયાદી તરફે રાજકોટના યુવા વકીલ અતુલ સી. ફળદુ રોકાયેલા હતા.

(4:23 pm IST)