Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કાલે સ્‍મૃતિ ઈરાની રાજકોટમાં : ઉપલાકાંઠે જાહેર સભાને સંબોધશે

રાજકોટ, તા. ૧૬ : ભાજપના ચૂંટણી પ્રચાર પ્રસાર ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્‍યારે રાજકોટ લોકસભા બેઠક ભાજપ ના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારીયાના સમર્થનમાં કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઇરાની આવતીકાલે બુધવાર તા.૧૭ ને સાંજે ૮:૧૫ કલાકે પાણીના ઘોડા પાસે, પેડક રોડ રાજકોટ ખાતે ઉપસ્‍થિત રહેશે.

યુ.પીના અમેઠીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષ સામે ચૂંટણી લડી રહેલા કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઈરાની ગુજરાત સાથે આત્‍મીય સંબંધ ધરાવે છે તેથી અત્‍યંત વ્‍યસ્‍તતાઓ ની વચ્‍ચે પણ પક્ષ ના ચૂંટણી પ્રચાર માટે રાજકોટ આવી રહ્યાનું એક યાદીમાં જણાવાયું છે.

 

(4:22 pm IST)
  • રાજકોટમાં સોશ્યલ મીડિયા વોર :લાલચ આપીને ભાજપમાં જોડવા કોશિશ :પાસના કાર્યકરોને લાલચ આપીને ભાજપમાં ખેંચવા પ્રયાસ :મનોજ પનારા અને હેમાંગ પટેલના નામે પોસ્ટ વાયરલ ;જબરી ચકચાર access_time 11:22 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST