Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મહાવીર જયંતિ નિમિતે

બુધવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે

નમો અરિહંતાણમ કિર્તન- ઉત્સવ- વિડીયો દર્શન

રાજકોટઃ છેલ્લા ૩૩ વર્ષોથી ૨૪ કલાક ખુલ્લું રહેતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર- નવાર વિવિધ પ્રસંગો ઉજવાય છે.

આગામી તા.૧૭ને બુધવારના રોજ મહાવીર જયંતી નિમિતે હર સલાની માફક આ વર્ષે પણ મહાવીર જયંતિ ઉજવવાનું આયોજન કરેલ છે. જેમાં સાંજના ૬:૩૦ થી ૮ દરમ્યાન નમો અરિહંતાણમ કિર્તન ઉત્સવ, સંધ્યા સત્સંગ તથા મહાવીર સ્વામી પર ઓશોનું પ્રવચન દુર્લભ વિડીયો સી.ડી. પર દર્શાવવામાં આવશે.ઓશો કહે છે કે એક અદ્ભુત વાત એ છે કે ''નમો અરિહંતાણમે'' મંત્રમાં કોઈ વ્યકિતનું નામ નથી. મહાવીર, પાર્શ્વનાથ કે કોઈ બીજા તીર્થકરનું નામ નથી જૈન પરંપરાનું કોઈ નામ નથી. કારણ કે જૈન પરંપરાએ સ્વીકારે છે કે ''અરિહંત'' માત્ર જૈન પરંપરામાં જ નથી થયા બીજી પરંપરાઓમાં પણ અરિહંત થયા છે, તો આ નમોકાર કોઈ ખાસ અરિહંતને નહી, બધા અરિહંતોને છે. આ એક વિરાટ નમસ્કાર છે. વિશ્વના બીજા કોઈ ધર્મમાં, આવો સર્વાગુણ, આવો સર્વસ્પર્શી મહામંત્ર વિકશિત થયો નથી. એતો પણે કોઈ વ્યકિત કેન્દ્રીત ખ્યાલ નથી, શકિત તરફ ધ્યાન છે. આ મંત્રમાં રૂપ પર ધ્યાન નથી. જે અરૂપ સત્તા છે તેના તરફ ધ્યાન છે. અરિહંતોને નમસ્કાર.

(4:04 pm IST)
  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST