Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

રાજકોટ, વેરાવળ, ગોંડલમાં કાલે સ્મૃતિ ઈરાનીની સભા

રાજકોટ, તા. ૧૬ :. કેન્દ્રીય મંત્રી ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની કાલે સવારે પાટણમાં જાહેરસભા સંબોધ્યા બાદ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. બપોરે ૩.૩૦ વાગ્યે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા બાદ જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ લોકસભા મત વિસ્તારમાં સભા સંબોધશે.કાલે બુધવારે સાંજે ૪.૩૦ વાગ્યે ગાર્ડન ચોક વેરાવળ, ૬.૩૦ વાગ્યે માંડવી ચોક ગોંડલ અને રાત્રે ૯.૪૫ વાગ્યે રાજકોટમાં પેડક રોડ પર પાણીના ઘોડા પાસે તેઓ સભા સંબોધશે.

(4:03 pm IST)