Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આખાબોલા લલીતભાઈના પ્રચારમાં લોકો સ્વયંભુ જોડાયા : વોર્ડ નં.૧૦માં જનસંપર્ક કાર્યાલય શરૂ

રાજકોટ, તા. ૧૬ : રાજકોટમાં લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસપક્ષના  શિક્ષિત ઉમેદવાર શ્રી લલિત કગથરાનો ચુંટણી પ્રચાર અંતર્ગત વોર્ડ નં.૧૪માં  જનસંપર્ક પદયાત્રામાં સ્વયંભુ લોકો ઉમટ્યા હતા.

આ પદયાત્રામાં કોંગ્રેસપક્ષના ઉમેદવાર લલીતભાઈ કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ ચોવટિયા, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ ડે.મેયર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, ભીખાભાઈ ગજેરા, રાજુભાઈ ચાવડીયા, કોર્પોરેટર નીલેશભાઈ મારું, રસીલાબેન ગરૈયા.મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા. વોર્ડ પ્રમુખ શ્રી માણસુરભાઈ વાળા, રવિભાઈ ડાંગર, રાજુભાઈ સરવૈયા, બીજલભાઈ ચાવડીયા, રમેશભાઈ તાલાટિયા, મયુરસિંહ પરમાર, ગજુભા ઝાલા, ડેનીશ માલા, સંજય કિયાળા, નીરવ કિયાડા, રાજુ લોઢીયા, પરેશભાઈ વોરા, દીપેનભાઈ ભગદેવ સહિતના કાર્યકરો  જોડાયા હતા.

જયારે વોર્ડ નં. ૧૦માં કોંગ્રેસના જનસંપર્ક કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, ઇલાબેન કગથરા, રાજદીપસિંહ જાડેજા, પ્રદીપભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ચાવડા, મનપા ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, ચતુરભાઈ પીપળીયા, સી.યુ.સાણજા, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ ડોડીયા, નીલેશભાઈ વિરાણી, અમિતભાઈ પટેલ, હરપાલસિંહ જાડેજા, રાજુભાઈ જુન્જા, મયંકભાઈ હાથી, ચંદુભાઈ મેંદપરા,વગેરે ઉપસ્થિત હોવાનું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.

(4:01 pm IST)
  • કર્ણાટકમાં JDS ઉમેદવારોના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા : લોકસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટી સુપ્રીમો એચ.ડી.દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામી તથા પ્રજવલ રેવન પાસે આવક કરતા વધુ સંપત્તિ તથા કાળું નાણું હોવાની બાતમી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું મંતવ્ય : સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો છે : JDS સમર્થકોનું મંતવ્ય access_time 12:48 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST