Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

''આવો રે આવો મહાવિર'' ભકિતની તડામાર તૈયારી

જૈન સમાજના ૨૪માં તીર્થંકર મહાવીર સ્વામીની જન્મ કલ્યાણક મહોત્સવ ને ભવ્યાતિભવ્ય બનાવવા જૈન વિઝન દ્વારા આજે સમસ્ત જૈન સમાજ માટે રાજકોટના બાલભવનમાં મહાવીર નગરી ઉભી કરવામાં આવી છે. આજે ભકિત સંગીત દ્વારા 'આવો રે આવો... મહાવીર નામ લઈએ...'આ કાર્યક્રમમાં સુપ્રસીધ્ધ રતવનકારો અંકુર શાહ ,ભાસ્કર શુકલ, નિધી ધોળકિયા મહાવીર સ્તુતિ ગાશે. ચંદ્રકાંતભાઈ શેઠ પરિવાર ,ખારા પરિવાર, બેનાણી પરિવાર, જય ગુરુદેવ, અનીષભાઈ વાઘર ,હિતેશભાઈ મેહતા પરિવાર અને જૈન આગેવાનો ના ભવ્ય સહયોગથી યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં સમસ્ત જૈન સમાજ ના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડશે.

જૈન વિઝન ના સયોંજક મિલન કોઠારી ના નેતૃત્વમાં ભરત દોશી, પ્રોજેકટ ચેરમેન જય ખારા, પ્રોજેકટ ડાયરેકટર જય કામદાર, ધીરેન ભરવાડા, બ્રિજેશ મહેતા, રજત સંઘવી, હિતેષ મહેતા, જેનીશ અજમેરા, વિભાષ શેઠ, અખિલ શાહ,  કેતન દોશી, આશિષ ગાંધી, ધ્રુમિલ પારેખ, નૈમિષ પૂનાતર, વિપુલ મહેતા અને જૈન વિઝન લેડીસ વિંગ પણ જૈન  આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:59 pm IST)