Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ઇંટના ભઠ્ઠાની ભાગીદારી છુટી કરવાનું કહેતાં કોળી દંપતિ પર સળીયાથી હુમલો

ભાવનગર રોડ મયુરનગરમાં બનાવઃ પટેલ પરિવારના પ્રવિણભાઇ, જગદીશભાઇ, સુનિલભાઇ સહિતના ઘરે આવી હુમલો કરી ભાગી ગયા

રાજકોટ તા. ૧૬: ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ મયુરનગર-૬માં રહેતાં કોળી દંપતિ પર તેના ઇંટોના ભઠ્ઠાના ભાગીદાર પટેલ પરિવારના લોકોએ હુમલો કરી લોખંડના સળીયાથી માર મારતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મયુરનગર-૬માં રહેતાં પ્રેમજીભાઇ રાજાભાઇ ડાભી (કોળી) (ઉ.૫૦) પર પ્રવિણભાઇ પટેલ, જગદીશભાઇ મોલીયા, સુનિલભાઇ કડવાભાઇ હાપલીયા સહિતે ઘરે આવી સળીયાથી હુમલો કરી માર મારતાં પત્નિ હંસાબેન ડાભી (ઉ.૪૫) બચાવવા આવતાં તેને પણ મારકુટ થતાં બંનેને સિવિલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

પ્રેમજીભાઇના કહેવા મુજબ પોતે ઇંટોના ભઠ્ઠા ધરાવે છે. મોરબી રોડ પર તેને વર્ષોથી કડવાભાઇ સાથે ભઠ્ઠામાં ભાગીદારી છે. હવે પોતાને ભાગીદારી છુટી કરવી હોઇ તે બાબતે મનદુઃખ ચાલતું હોવાથી આ હુમલો થયો હતો.

(3:45 pm IST)