Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

રેન બસેરામાં બેસવા બાબતે મિત્રને થયેલી બબાલમાં વચ્ચે પડતાં મનિષ સિંધીને છરીના ઘા ઝીંકાયા

ચંપક નામના શખ્સે મેરૂભા દરબારને લાફો મરી દેતાં મિત્ર મનિષે ઉપરાણું લઇ ચંપકને ઠપકો દેતાં તેણે ગળા અને પેટમાં છરીના ઘા ભોંકી ભાગી ગયો

રાજકોટ તા. ૧૬: બેડીનાકા પાસે રેન બસેરામાં રહેતાં સિંધી યુવાન સાથે જ અઠવાડીયાથી રહેતાં મુળ સિક્કાના તેના મિત્ર દરબાર યુવાનને અહિ જ રહેતાં ત્રીજા એક શખ્સ સાથે બેસવા બાબતે ચડભડ થતાં એ શખ્સે દરબાર યુવાનને લાફો મારી લેતાં સિંધી યુવાને આ મિત્રનું ઉપરાણું લઇ એ શખ્સને ઠપકો આપતાં તેણે ખાર  રાખી   છરીથી હુમલો કરી ગળા અને પેટના ભાગે ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જાણવા મળ્યા મુજબ મનિષ પરષોત્તમભાઇ મુલચંદાણી (ઉ.૩૫) નામનો સિંધી યુવાન રાત્રીના નવેક વાગ્યે રેન બસેરામાં  હતો ત્યારે ચંપક કાકુભાઇ સવાણી નામના શખ્સે છરીથી હુમલો કરી પેટ અને ગળા પર ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં મિત્ર મેરૂભા પથુભા જાડેજા (ઉ.૪૦)એ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારાએ જાણ કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ જે. ડી. વસાવા સહિતે હોસ્પિટલે પહોંચી મેરૂભાની ફરિયાદ પરથી ચંપક સામે આઇપીસી ૩૨૬, ૩૨૩, ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.

મેરૂભાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે મુળ જામનગરના સિક્કાના મુંગળી ગામના વતની છે અને આઠેક દિવસથી રાજકોટ રહી મજૂરી કરે છે તેમજ રેન બસેરામાં રહે છે. સાથે પત્નિ સવિતાબેન અને બાળકો પણ રહે છે.

પોતે સાંજે આઠેક વાગ્યે રેન બસેરામાં હતાં ત્યારે ત્યાં જ રહેતાં ચંપક કાકુભાઇ સાથે બેસવા બાબતે ઝઘડો થતાં તેણે જાપટ મારી લીધી હતી. આ ઝઘડામાં મિત્ર મનિષ સિંધીએ વચ્ચે પડી ચંપકને ઠપકો આપ્યો હતો. જમવાનું બાકી હોઇ પોતે છાશ લેવા ગયા હતાં. પરત આવ્યા ત્યાં મનિષ લોહીલુહાણ પડેલો દેખાયો હતો. કોઇએ ૧૦૮ને જાણ કરતાં ગાડી આવી હતી અને મનિષને હોસ્પિટલે ખસેડ્યો હતો. મનિષને કોણે માર્યુ? તે અંગે પુછતાં તેણે કહ્યું હતું કે મેં તમારું ઉપરાણું લઇ ચંપકને ઠપકો આપ્યો હોઇ જેથી ચંપકે તમે છાશ લેવા ગયા બાદ ઉશ્કેરાઇ જઇ પેન્ટના નેફામાંથી છરી કાઢી હુમલો કરી દીધો હતો.

પોલીસે હુમલો કરી ભાગી ગયેલા ચંપકની શોધખોળ હાથ ધરી છે.

(3:44 pm IST)
  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST