Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

સામાજીક કાર્યોને લીધે સરગમ કલબની ઓળખ વૈશ્વિક બની : મૌલેશભાઇ પટેલ

સરગમ કલબની સામાન્ય સભા સંપન્ન : નવા વર્ષના હોદેદારોની વરણી : કામધેનુ આયોગના ચેરમેન ડો. કથીરીયાનું સન્માન

રાજકોટ : છેલ્લા ૩૮ વર્ષથી સામાજિક સેવાકીય કાર્યો કરતી સરગમ કલબની વાર્ષિક સાધારણ સભા તાજતેરમાં મળી હતી. જેમાં નવા વર્ષના હોદેદારોની વરણી સાથે આગામી નવા ૭ પ્રોજેકટ શરૂ કરવાની જાહેરાત કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ કરી હતી. આ પ્રસંગે ઉદ્યોગપતિ મૌલેશભાઇ પટેલે પોતાના ઉદ્દબોધનમાં જણાવેલ કે સરગમ પરિવારે લોકોને એક કરવાનું ઉમદા કાર્ય કર્યુ છે. સામાજીક સેવા કાર્યોને લીધે સરગમ કલબની ઓળખ વૈશ્વિક બની છે. સ્વચ્છ વહીવટના કારણે જ દાતાઓનો સહયોગ પણ સરગમ કલબને મળતો રહ્યો છે. એક સંસ્થા ચલાવવી પણ મુશ્કેલરૂપ બનતી હોય ત્યાં સરગમ કલબ જુદી જુદી ૪૩ સંસ્થાઓનું સંચાલન સંભાળે છે તે મોટી બાબત ગણાય. ઉદ્યોગપતિ કમલનયન સોજીત્રાએ પોતાના વકતવ્યમાં સરગમ કલબને સેવાની ગંગોત્રી ગણાવી હતી. ઉપરાંત ડો. જયોતિબેન રાજગુરૂ, કાશ્મીરાબેન નથવાણી, કિરીટભાઇ આદ્રોજાએ પણ પ્રાસંગીક પ્રવચન કરેલ. આ પ્રસંગે તાજેતરમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીથે નિમણુંક પામેલા ડો. વલ્લભભાઇ કથીરીયાનું સરગમવતી સન્માન કરાયુ હતુ. આ વાર્ષિક સાધારણ સભામાં સ્મિતભાઇ પટેલ, યોગેશભાઇ પુજારા, જગદીશભાઇ ડોબરીયા, હરેશભાઇ વોરા, હરીશભાઇ લાખાણી, મનીષભાઇ માદેકા, એમ. જે. સોલંકી, જીતુભાઇ પટેલ, મહેન્દ્રભાઇ ફળદુ, કિરીટભાઇ આદ્રોજા, ડો. પ્રફુલભાઇ શાહ, મિતેનભાઇ મહેતા, પ્રવિણભાઇ ધોળકીયા, જયેશભાઇ વસા, જસવંતસિંહ ભટ્ટી, નીરજભાઇ આર્ય, વી. પી. વૈષ્ણવ, અનંતભાઇ ઉનડકટ, હરેનભાઇ મહેતા, પરસોતમભાઇ કમાણી, છગનભાઇ ગઢીયા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, આશાબેન શાહ, જયશ્રીબેન સેજપાલ, ડો. માલાબેન કુંડલીયા, રેણુબેન યાજ્ઞીક, જયશ્રીબેન રાવલ, સુધારેન ભાયા, લતાબેન તન્ના, ચંદ્રીકાબને ધામેલીયા, કાંતાબેન કથીરીયા, કાશ્મીરાબેન નથવાણી, જયોતિબેન રાજગયુરૂ, કુંદનબેન રાજાણી, ઉષાબેન પટેલ, અલ્કાબેન કામદાર, ભાવનાબેન ધનેશા, ગીતાબેન હિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સભાના પ્રારંભે સ્વાગત પ્રવચન અરવિંદભાઇ દોમડીયાએ કરેલ. આ તકે ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવેલ કે સરગમ કલબની પ્રવૃતિથી પ્રભાવિત થઇને કેનાલ રોડ ઉપર હોસ્પિટલ ધરાવતા બાળ રોગ નિષ્ણાંત ડો. સિધ્ધાર્થભા પટેલે પોતાની પરમ પ્રકાશ હોસ્પિટલનું આખુ બિલ્ડીંગ સરગમ કલબને અર્પણ કરી દીધુ છે. ત્યાં આરોગ્ય સેન્ટર, લેબોરેટરી, ફીઝીયોથેરાપી સેન્ટર, લેડીઝ કલબની ઓફીસ, શિવણ વર્ગો શરૂ કરવામાં આવશે. આ સભા દરમિયાન નવા હોદેદારોની નિમણુંકો જાહેર કરાતા પ્રમુખ તરીકે ગુણવંતભાઇ ડેલાવાળા, ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઇ દોમડીયા, મંત્રી તરીકે મૌલેશભાઇ પટેલ, ખજાનચી તરીકે સ્મિતભાઇ પટેલ, સહમંત્રી તરીકે વિનોદભાઇ પંજાબીનો સમાવેશ કરાયો હતો. એજ રીતે કપલ કલબ, સીનીયર સીટીઝન કલબ, ચિલ્ડ્રન કલબ, લેડીઝ કલબના નવા હોદેદારોની પણ વરણી કરાઇ હતી. સમાન્ય સભાનું સંચાલન સરગમ લેડીઝ કલબના મંત્રી ડો. માલાબેન કુંડલીયાએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જેન્ટસ અને લેડીઝ કલબના કમીટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

(3:43 pm IST)
  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST