Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ભગવાન મહાવીર જન્મ કલ્યાણ નીમીતે જૈન વિઝન દ્વારા ત્રિવિધ્યય સેવા સંકલ્પો યોજાયા

 ભગવાન વીરપ્રભુ મહાવીર જન્મકલ્યાંક મહોત્સવ મહા પાવન પ્રસંગે જૈન વિઝન દ્વારા વિવિધ સેવાકીય આયોજન કરાયા જેમાં રાજકોટ રોયલ પાર્ક સી એમ પોશધશાળા ખાતે થેલસમિયા પીડિત બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમનું દીપપ્રાગટય જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠ, પારસભાઇ ખારા, અજીતભાઇ જૈન, માનવભાઇ ગાંધી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવેલ હતું. આ તકે કેમ્પની મુલાકાતે દર્શનભાઇ શાહ, પ્રદીપભાઇ ગોસલીયા, અમિસાબેન દેસાઇ, ગિરિસભાઇ મેહતા, ભૂમિ દેસાઇ, ધીરેનભાઇ ભરવાડા, હિતેુશભાઇ મહેતા, મનીષભાઇ મેહતા, જય કામદાર, ધીરેન ભરવાડા, જય ખારા, દત્ત જૈન, જીજ્ઞેશભાઇ મેહતા, હિતેશભાઇ દોશી, હર્ષિલ શાહ (JBO) કેતન વખારીયા, હિમાંશુ પારેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વૈચ્છિક રકતદાન કરનાર દરેક રકતદાતાને ગીફટ અને સન્માનપત્ર અપાયેલ. જૈન વિઝન તરફથી ઉનાળામાં આકરા તાપમાં કાળઝાળ ગરમીમાં મુસાફરોને ઠંડક અને શાતા આપવાના શુભ આશયથી તાજી અને પૌષ્ટિક અમૃત રૂપી છાશ શહેરના એસ.ટી. બસ સ્ટેશનમાં મનહર પ્લોટ સંઘના પ્રમુખ, ડોલરભાઇ કોઠારી, અહેમ્ યુવા સેવા ગ્રુપના તુષારભાઇ મહેતા તથા ઉવસગ્ગહરે સાધના ભવનના અલ્પેશભાઇ મોદીના વરદ્દ હસ્તે ૧૦૦૦ થી વધુ લોકોને પીરસવામાં આવેલ હતી. આ તકે સેવાભાવિ આગેવાન અનુપમભાઇ દોશી અને એમની ટિમ ખાસ ઉપસ્થિત રહેલ હતી. આ ઉપરાંત જૈન વિઝન દ્વારા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત એચ. એન. શુકલા કોલેજ, ર વૈશાલીનગર, આમ્રપાલી ફાટક પાસે, ભગવાન મહાવીર સ્વામીના જીવન પ્રેરક પ્રસંગો ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જેમનું દીપ પ્રાગટય જાણીતા એડવોકેટ કમલેશભાઇ શાહ જૈન અગ્રણી પિયુષભાઇ મેહતા કરેલ હતું આ તકે પ્રતાપભાઇ વોરા, દામીનીબેન કામદાર, અરુણાબેન મણીયાર નિર્ણાયક તરીકે વૈશાલીબેન ગાંધી, વિધિ વસાણીએ સેવા આપેલ હતી બધા બાળકોને ઠંડુ અને બિસ્કિટ અને ઇનામનો લાભ વિભાબેન હિતેશ મેહતા, કલ્પનાબેન પારેખ અને અતુલભાઇ મેહતા, સુનિલભાઇ તેજાણીએ લીધેલ હતો. ભાગ લેનાર દરેક સ્પર્ધક તેમજ વિજેતાને આકર્ષક ઇનામથી સન્માનિત કરવામાં આવેલ હતા. આગ્ર પ્રોજેકટને સફળ બનવા ટિમ જૈન વિઝન બહેનો ભાઇઓ જહેમત ઉઠાવેલ હતી.

(3:41 pm IST)