Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ક્રિકેટ સટ્ટાના ત્રણ દરોડામાં પાંચ પકડાયા

ક્રાંઇમ બ્રાંચે તીરૂપતી સોસાયટી અને શીવસંગમ સોસાયટીમાંથી ત્રણ અને ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ પરથી બેને દબોચ્યા

રાજકોટ, તા.૧૬: શહેરના શીવસંગમ સોસાયટી અને તીરૂપતી સોસાયટીમાં ક્રાંઇમ બ્રાંચે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણને અને કોઠારીયા મેઇન રોડ પરથી ભકિતનગર પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ ક્રાંઇમ બ્રાંચના પી.આઇ.એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.વી.પટેલ હેડકોન્સ હિતેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ, પ્રધ્યુમનસિંહ, અમીતભાઇ તથા હિરેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે જયદીપસિંહ, પ્રધ્યુમનસિંહને મળેલી બાતમીના આધારે ૧પ૦ ફૂટ રોડ પર આધારે શિવ સંગમ સોસાયટી બ્લોક નં.૧૨૯માં દરોડો પાડી આઇપી એલના ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો મીત પરેશભાઇ સોઢા (ઉ.વ.૨૩) (રહે. શીવ સંગમ સોસાયટી)ને પકડી લઇ રૂ.૩૨૦૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. જયારે બીજા દરોડામાં પીએસઆઇ ઉનડકટ તથા હેડ કોન્સ જગમાલભાઇ, મયુરભાઇ પટેલ, ભરતભાઇ, સંતોષભાઇ, સંજયભાઇ, કુલદીપસિંહ, યુવરાજસિંહ તથા પ્રદિપસિંહ સહિતે બાતમીના આધારે રૈયા રોડ હનુમાન મઢી પાસે તીરૂપતી શેરી નં.૪માં દરોડો પાડી તીરૂપતી સોસાયટીનો શબ્બીર આમદભાઇ અજમેરી (ઉ.વ.૨૮) અને રામનગરનો અલ્તાફ અલીભાઇ કારીયાણી (ઉ.વ.૩૦)ને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા પકડી લઇ રૂ.૧૮,૬૦૦ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ રમણીકભાઇ તથા સલીમભાઇએ બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ પર દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વીરેન્દ્ર ઉર્ફે ભોલો છગનભાઇ ડોબરીયા (ઉ.વ.૩૦) (રહે. મહેશ્વરી સોસાયટી)તથા મોહીત ધીરૂભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૦) રહે.વિવેકાનંદનગર-ર ને ક્રિકેટ મેચ પર સટો રમતા પકડી લઇ રૂ.૧૭૦૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

દારૂની ૧૧ બોટલ સાથે ત્રણ પકડાયા

ક્રાંઇમ બ્રાંચના હેડકોન્સ ઘનશ્યામસિંહ સહિતે મવડીપ્લોટ ફાયરબ્રીગડ પાસેથી અનીલ વલ્લભભાઇ મકવાણા (ઉ.વ.૧૯) (રહે. મવડીપ્લોટ પાસે, મારૂતીનગર) ને દારૂની ૬ બોટલ સાથે તથા ભકિતનગર પોલીસ મથકના હેડકોન્સ સલીમભાઇ તથા દેવાભાઇ સહિતે જમનાનગર શેરી નં.૧માં મકાનમાંથી જીતેન્દ્ર ઉર્ફે જયેશ દીલીપભાઇ મોરી (ઉ.વ.૩૫) (રહે.જમનાનગર-૧) ને દારૂની ૪ બોટલ સાથે અને માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ.જે.એસ. ચંપાવન સહિતે માયાણીનગર આરએમસી કવાર્ટરમાંથી ભુપેન્દ્રસિંહ ઉર્ફે માંકડ કમલસિંહ ભારદ્વાજ (ઉ.વ.૩પ) ને દારૂની એક બોટલ સાથે પકડી લીધો હતો.

(3:39 pm IST)