Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

જો તમે ભાજપને મત આપશો તો તમને ધરતી માતા અને મારા સોગંદ છે : અશ્વિન નાયક

અનહદ અત્યાચારથી ત્રાસી ૨૦૦૫ થી શર્ટ નહી પહેરવાની પ્રતિજ્ઞા : ગામો ગામ ફરી પત્રિકા વિતરણ

રાજકોટ તા. ૧૬ : 'ભાજપને મત નહીં આપવા અને એમ કરશો તો તમને ધરતી માતા અને અશ્વિન નાયકના સોગંદ છે' નો સંદેશ સાથેની પત્રીકા લઇને ગામો ગામ શર્ટ પહેર્યા વગરની હાલતમાં ફરતા અશ્વિન નાયક આજે રાજકોટ આવ્યા છે.

તેઓએ 'અકિલા' સમક્ષ પોતાની વાતો જણાવી હતી. વડાપ્રધાન મોદીજી ઉપર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતના ભાજપના શાસનમાં પોલીસ, એઅમસી અને ઔડાની દેશદ્રોહી ભ્રષ્ટાચારી બિલ્ડરો, ઉદ્યોગપતિઓની ખુલ્લેઆમ દાદાગીરી ચાલી રહ્યાનો આક્રોશ વ્યકત કરેલ. પોલીસ પણ પબ્લીક માટે નહીં પણ ભ્રષ્ચાચારીઓની સલામતી માટે કામ કરતી હોવાનું તેમણે જણાવેલ.

પોતે રીટાયર્ડ ચીફ એન્જીનીર છે પરંતુ ભાજપ દ્વારા પારાવાર અન્યાય કરવામાં આવતા ગત ૧૬-૧૧-૨૦૧૫ ના રોજ  શર્ટ નહીં પહેરવાની પ્રતિજ્ઞા લઇને લોકોને ભાજપની અસલિયત બતાવવા નિકળી પડયા છે. પોતાના ઘર અને બંગલામાં પણ નહીં જવાની છેલ્લા બે વર્ષથી પ્રતિજ્ઞા લીધી છે.

શર્ટ પહેર્યા વગરની હાલતમાં ગામો ગામ ફરી ભાજપને મત નહીં આપવા પત્રિકાઓનું વિતરણ કરી રહ્યા છે. આવી પ હજાર પત્રિકાઓ તેઓ વહેંચી ચુકયાનું જણાવેલ. વીરનગર, વડનગર, પાટણ, ઉંજા, અમદાવાદ થઇ રાજકોટ આવ્યા છે અને અહીંથી જામનગર તરફ જશે.

તસ્વીરમાં ભાજપ સામે ભારોભાર આક્રોશ વ્યકત કરતા અશોકભાઇ નાયક (મો.૯૮૭૯૧ ૪૧૪૫૩) અને તેમને સહયોગી  બનનાર કાઉન્સીલ ફોર પીપલ્સના સહકન્વીનર અશોકભાઇ બુટાણી (મો.૯૧૦૬૭ ૭૩૦૯૦) નજરે પડે છે. (તસવીર : સંદીપ બગથરીયા)

 

(3:38 pm IST)