Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

રાજકોટમાં સવારે અમુક વિસ્તારોમાં છાંટા વરસ્યાઃ સતત બીજા દિવસે ધાબડીયું વાતાવરણ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મહદઅંશે પસાર થઈ ગયું: આજનો દિવસ આછા વાદળો છવાશે : આવતીકાલથી ફરી ગરમીનો પારો દોડશેઃ સાંજથી પવનની ઝડપ વધશે : ગઈ સાંજે રાજકોટથી પડધરી વચ્ચેના માર્ગ ઉપર પણ હળવા છાંટા પડયા હતા

રાજકોટ,તા.૧૬: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી છેલ્લા બે દિવસથી ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધાબડીયું વાતાવરણ છે. તો આજે સવારે રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં હળવા છાંટા પડયાનું જાણવા મળે છે. ગઈકાલે સૌરાષ્ટ્ર- ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહતમ તાપમાનમાં ત્રણ થી ચાર ડીગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.

હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપર છવાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બનસ મહદઅંશે પસાર થઈ ગયું છે. આકાશમાં આજનો દિવસ આછા વાદળો છવાશે ૪૮ કલાકમાં ફરી ગરમીનું જોર વધતું જશે. જેથી આગામી દિવસોમાં ફરી ગરમીના જોરદાર રાઉન્ડ આવશે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારે અમુક વિસ્તારોમાં છાંટા વરસ્યા હતા. છવાયેલા વાદળો વચ્ચે સૂર્યદેવ ઢંકાઈ ગયા હતા. આજે સવારે હવામાન ખાતામાં ૨૬.૪ ડિગ્રી તાપમાન છે. પરંતુ ભેજનું પ્રમાણ ૬૬ ટકા છે. જયારે ગઈકાલે મહતમ તાપમાન નોર્મલ આસપાસ પહોંચી ગયું હતું એટલે કે ૩૭.૪ ડીગ્રી નોંધાયેલ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૦ ડીગ્રીની નીચે સરકી ગયું હતું. સવારે ગરમીનો પારો ૪૦ ડીગ્રીની નીચે જ રહેશે તેવી પૂરી શકયતા છે. દિવસના પવનની ગતિ ઓછી રહેશે. સાંજ પવનનું જોર વધશે.

(3:36 pm IST)