Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

વેફર્સ સહીતની ખાદ્ય ચીજોનાં મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકેટનાં કચરામાંથી બળતણ બનશે

બાલાજી- રાધે-અવધ-વડાલીયા સહીતની ફરસાણ ફેકટરીઓમાં પ્રતિનીધી સાથે પ્લાસ્ટિકનાં નિકાલ માટે બેઠક યોજાઇ મ્યુ.કમિશ્નર

રાજકોટ, તા.૧૬: રાજકોટ મહાનગરપાલિકાની મધ્ય ઝોન કચેરી મિટીંગ હોલ ખાતે પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અન્વયે મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકેજીંગ (બ્રાન્ડ ઓનર્સ)ની રાખવામાં આવેલ હતી. આ બેઠકમાં ભારત સરકારશ્રીના પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અન્વયે દરેક ઉત્પાદક, આયાતકર્તા અને બ્રાન્ડ માલિકો કે જેના દ્વારા આ પ્રકારનું મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકિંગમાં પ્રોડકટનું વેચાણ કરવામાં આવતુ હોય, તે દરેકે આ પ્રકારનાં પ્લાસ્ટીક વેસ્ટની કલેકશન સીસ્ટમ (EXTENDED PRODUCER’S RESPONSIBILITY)નું આયોજન કરવાની જવાબદારી નક્કી કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

હાલમાં મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકેજીંગ જે નોન-રીસાયકલેબલ હોય, જેથી વેસ્ટ પીકર્સ દ્વારા ઉપાડવામાં આવતુ નથી. કમિશનરશ્રી દ્વારા તમામ કંપનીઓને આ અંગે રાજકોટ શહેરમાં કલેકશન સેન્ટર બનાવી, વેસ્ટ પીકર્સ પાસેથી મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકેજીંગ ખરીદ કરવામાં આવે અને તેઓને પુરતી રકમ મળે તે અંગે જણાવવામાં આવેલ હતું. તથા ફરીથી મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકેજીંગના ખાલી પાઉચ જેના બળતણ બનાવી અને તેનો નિકાલ નાકરાવાડી ખાતે કરવા તાકીદ આપવામાં આવી હતી.

ઉપરોકત મિટીંગમાં પ્લાસ્ટીક પેકેજીંગ (બ્રાન્ડ ઓનર્સ) જેવા કે, બાલાજી વેફર્સ, રાધે ફુડ, અવધ નમકીન, ગોપાલ સ્નેકસ પ્રા.લી., વડાલીયા ફુડઝ, એપ્રિકોડ ફુડ વિગેરેના પ્રતિનિધિ તથા રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનરશ્રી ચેતન ગણાત્રા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઇજનેર  એન.આર.પરમાર, વાવ સેલના નાયબ કાર્યપાલક ઇજનેર અંબેશ દવે તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ત્રણે ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીઓ  પ્રજેશ સોલંકી, દિગ્વિજયસિંહ તુવર અને વલ્લભભાઈ જીંજાળા વગેરે હાજર રહેલ હતા.

(3:28 pm IST)