Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ગુજરાત ફર્નિચરના ભાગીદારો સામે થયેલ ફરીયાદને રદ કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ, તા.૧પઃ ગુજરાત ફર્નિચરના ભાગીદાર જેન્તીભાઇ હરખચંદ મહેતાએ તેના ભાગીદારી રમણીકભાઇ હરખચંદ મહેતા તથા વિનોદચંદ હરખચંદ મહેતા સામે આઇ.પી.સી.કલમ-૪૦૬, ૪ર૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧ અને ૧૨૦-બી ના ગુન્હાની આપેલી ફરીયાદ  ગુજરાત હાઇકોર્ટે રદ કરી હતી.

આ કેસની હકિકત એવી છે કે ફરીયાદી જેન્તીભાઇ હરખચંદભાઇ મહેતાનાઓએ રાજકોટ શહેરના એ ડિવી. પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજી.નં.૩૧૪/૧૬ થી આઇ.પી.સી.કલમ ૪૦૬, ૪ર૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧ અને ૧૨૦-બી હેઠળના ગુન્હાની એવી ફરીયાદ નોંધાવેલ કે, ગુજરાત ફર્નિચર પેઢીનું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આર.કે. નગર શાખામાં કરન્ટ એકાઉન્ટ હતુ.  અને આ બેન્ક એકાઉન્ટ બંને ભાગીદારો એટલે કે ફરીયાદી જેન્તીભાઇ મહેતા તથા આરોપી નં.૧ રમણીકભાઇ મહેતાની સહીથી ઓપરેટ થતુ હતુ. ફરીયાદમાં એવો આક્ષેપ કરવામાં આવેલ કે વર્ષ-૧૯૯૪માં ફરીયાદીના મોટા પુત્રનુ અવસાન થઇ જતા તે માનસીક આઘાતમાં હતા અને પરીણામે આ ભાગીદારી પેઢીમાં ધ્યાન આપી શકતા ન હતા. અને ત્રણ-ચાર વર્ષ બાદ જયારે તે આઘાતમાંથી બહાર આવ્યા બાદ આ ભાગીદારી પેઢીમાં તેઓ આવવા લાગેલા. અને તે વખતે આરોપી અને આ ભાગીદારી પેઢીના બીજા ભાગીદાર રમણીકભાઇએ તેઓને જણાવેલ કે ભાગીદારી પેઢીનો ધંધો સરસ ચાલી રહ્યો છે. અને ધંધા બાબતે કંઇ ચિંતા નહી કરવાનુ જણાવેલ. ફરીયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવેલ કે આ આરોપી વર્ષ ૧૯૯૪થી ૨૦૧૦ સુધીના ઇન્કમટેક્ષના વ્યવહારો પણ સંભાળતા હતા. અને તેનો ભત્રીજો કેતન આ ધંધામાં મદદ કરતો હતો. તેઓ પણ આક્ષેપ કરવામાં આવેલ. વર્ષ ૨૦૦૯- માં ગુજરાત ફર્નિચર ભાગીદારી પેઢીનું પાર્ટીશન અંગેની મૌખિક સમજુતી થયેલી.

વર્ષ-૨૦૦૯ પહેલાના આ પેઢીના હિસાબોની માંગણી કરતા આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં. એવો પણ આક્ષેપ ફરીયાદમાં કરવામાં આવેલ કે વર્ષ-૨૦૧૨માં ફેમીલી સેટલમેન્ટ દ્વારા તમામ મિલ્કતોનું પાર્ટીશન કરી તે અંગેનું સેટલમેન્ટ કરાર કરવામાં આવેલો. અને ત્યારે ૨૦૦૯ પહેલાના બુકસ ઓફ એકાઉન્ટ ફરીયાદીને મળી આવતા નાણાંકીય ગેરરીતી થયાનું ફરીયાદીની જાણમાં આવેલ. અને તેથી ફરીયાદીએ માહિતી મેળવતા ચેકમાં ફરીયાદીની ખોટી સહીઓ કરી બેન્ક એકાઉન્ટમાંથી નાણા ઉપાડી લીધાનુ જાણમાં આવેલ. અને આવા નાણા ફેમીલીના બીજા મેમ્બરના ખાતમાં ટ્રાન્સફર કરી નાખ્યાનું જાણમાં આવેલ. અને આવા ૧૩ ચેક રૂા.૮,૮૩,૨૩૫/ ના તથા પ ચેક રૂા.૧૭,૦૦,૦૦૦/ ની રકમના પોલીસ કમિશ્નર સમક્ષ ફરિયાદ આપતી વખતે રજુ કરેલા અને ફોર્જરીના ગુન્હાની ફરીયાદ આપવામાં આવેલી.

આવી ફરીયાદ પોલીસે આરોપી રમણીકભાઇ હરખચંદ મહેતા તથા વિનોદભાઇ હરખચંદ મહેતાની સામે દાખલ કરી ગુન્હો નોંધતા આ બંને આરોપીએ આ ફરીયાદ ખોટી અને ઉભી કરેલી હોવાનુ જણાવી ફરીયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી હતી.

સિવિલ ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે તે પતાવા માટે ખોટુ પ્રેસર ઉભુ કરવા આવી ફરીયાદ દાખલ કરવામાં આવેલ હોય, તેવુ જણાય આવે છે. અને સિવિલ તકરારને ફોજદારીનું સ્વરૂપ આપવાના પ્રયાસ સમાન આ ફરીયાદ છે અને તેથી આ અદાલતને મળેલા મુળભુત અધિકારો અન્વયે આવી ફરીયાદ છે અને તેથી આ અદાલતને મળેલા મુળભુત અધિકારો અન્વયે આવી ફરીયાદ રદ કરવાની મળેલ સતા આ કેસમાં વાપરવી ન્યાયી અને યોગ્ય જણાય છે તેમ જણાવી તેમજ સુપ્રિમ કોર્ટે ક્રિષ્નાસીંધ વિ. ગુરૂપાલસિંધના કેસમાં પ્રસ્થાપિત કરેલ સિધ્ધાંતને લક્ષમાં લઇ સદરહું સિધ્ધાંતને ચુકાદામાં તાકીએ ડિવી.પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદ અરજી નં.૩૧૪ કોટેૅ રદ કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં રમણીકભાઇ હરખચંદ મહેતા તથા વિનોદચંદ હરખચંદ મહેતા વતી એડવોકેટ તરીકે નામદાર ગુજરાત હાઇકોર્ટના ધારાશાસ્ત્રી શ્રી પ્રવિણભાઇ એસ.ગોંડલીયા તથા રાજકોટના વિધ્વાન ધારાશાસ્ત્રી શ્રી અર્જુન એસ.પટેલ, મુકેશ જી.ગોંડલીયા, સત્યજીત ભટ્ટી, જવલંત પરસાણા, જીગર નસીત રોકાયેલા હતા.

(4:25 pm IST)
  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST