Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાજકોટની જનતા કોઇના દબાવમાં આવ્યા વગર જ ચુકાદો આપશે : અપક્ષ જે. બી. ચૌહાણ

ભાજપ કોંગ્રેસ ભાઇ ભાઇ રમે છે : પ્રજા મારી સાથે, મારી જીત નિશ્ચિત

રાજકોટ તા. ૧૫ : લોકસભા રાજકોટ ૧૦ ના અપક્ષ ઉમેદવાર જે. પી. ચૌહાણે દ્રઢ વિશ્વાસ સાથે પોતાની જીત નિશ્ચીત હોવાનું જણાવેલ છે.

તેઓએ 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે રાજકોટ જેટલું રંગીલુ છે એટલુ જ સ્વામીની પણ છે. તે કોઇના દાબ દબાણમાં આવે તેમ નથી. કોઇ ગમે તેવા  કાવા દાવા કરી લ્યે, પણ રાજકોટ જિલ્લાની જનતા દબાણમાં આવ્યા વગર જ ચુકાદો આપશે.

ભાજપ અને કોંગ્રેસ બન્ને ભાઇ ભાઇ રમી રહ્યુ છે. લોકોને તેમના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મે ક્રમ નં.૬ ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. લોકોના કામો કરવા હું તત્પર રહ્યો છુ. મંડળીઓ બંધ કરાવવા કોઇ ભલે ધમકી આપે પણ હું કોઇને અન્યાય થવા નહી દઉ. તેમ જે. બી. ચૌહાણ (મો.૯૯૯૮૭ ૭૬૧૨૯) એ જણાવેલ.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા અપક્ષ ઉમેદવાર જે. બી. ચૌહાણ અને બાજુમાં દાદુભાઇ સોલંકી, રાહુલ મેરીયા, રવીભાઇ ચૌહાણ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:25 pm IST)
  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST