Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રૂ. ત્રણ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ તા. ૧પઃ  રાજકોટના ધર્મેશ છોટાલાલ જરીયા વિરૂધ્ધ રૂ. ૩,૦૦,૦૦૦/-નો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ચેક રીટર્ન થવા બદલ આરોપી ધર્મેશ છોટાલાલ જરીયા વિરૂધ્ધ ફરિયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે.

ફરીયાદની ટુંકમાં વિગત એવી છે કે ફરીયાદી રાજેશકુમાર રતિલાલ જરીયા એ આરોપી ધર્મેશ છોટાલાલ જરીયાને મે-ર૦૧૮માં રૂ. ૩૦૦,૦૦૦/- મિત્રતાનો સંબંધ હોય વગર વ્યાજે હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરીયાદીએ આરોપીને આપેલ હાથ ઉછીની રકમની પરત માંગણી કરતા આરોપીએ રૂ. ૩,૦૦,૦૦૦/-નો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેક વટાવાયા વગર ''ફંડઇનસફીસીયન્ત''ના શેરા સાથે પરત કરેલ હતો.

ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત ચેક રીટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં નોટીસમાં જણાવેલ સમયમાં આરોપીએ ફરિયાદીને ચેક મુજબની રકમ ન ચુકવતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટના એડી. ચીફ જયું. મેજી.ની કોર્ટમાં ''ધી નેગોસ્યેબલ ઇનસ્ટુમેન્ટ એકટ''ની કલમ-૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદ કોર્ટે રજીસ્ટર લઇ આરોપી ધર્મેશ છોટાલાલ જરીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી રાજેશકુમાર રતીલાલ જરીયા વતિ રાજકોટના ધારાશાસ્ત્રી હિતેશ આર. ભાયાણી રોકાયેલ છે.

(3:53 pm IST)
  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST