Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ચેક રિટર્ન કેસમાં શ્રૈય એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટરને એક વર્ષની સજા અને ચેક રકમનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.૧૫: અત્રે માલ ખરીદી તે માલની કાયદેસરની લેણી રકમ રૂ. ૩,૪૬,૯૨૮/- માંથી રકમ રૂ. ૯૦,૧૬૪/-નું પાર્ટ પેમેન્ટ કરવા શ્રૈય એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર રવીકાંત જૈનને  ફરીયાદી યશ મેન્યુફેકચરના ભાગીદાર વસંત લાલજીભાઇ ઠુંમરની તરફેણમાં ઇશ્યુ કરી આપેલ  ચેક રીટર્ન કેસમાં રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ આરોપી રવીકાંત જૈનને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા સામે ચેકની રકમનું એક માસમાં વળતર ચુકવવા વિકલ્પે છ માસની સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવેલ. આ કેસની હકીકત જોઇએ તો,  રાયપુર મુકામે  શ્રેૈય એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરતા રવીકાંત જૈન ફરીયાદી યશ મેન્યુફેકચરના ભાગીદાર વસંતભાઇ ઠુંમર પાસેથી સબમર્શીબલ પંપ તથા પંપ સેટ ખરીદ કરવા ઓર્ડર આપી સમયાંતરે માલ મગાવી તબક્કવાર પેમેન્ટ કરી બાકી લેણી નિકળતી રકમ રૂ. ૩,૪૬,૯૨૮/-માંથી રકમ રૂ. ૯૦,૧૬૪/- નું પેમેન્ટ કરવા આરોપીએ ફરીયાદી પેઢી જોગનો ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા તે સંબંધે નોટીસ પાઠવવા છતાં ફરીયાદ પેઢીનું કાયદેસરનું લેણું અદા ન કરતા ફરીયાદી પેઢીએ રાજકોટની અદાલતમાં આરોપી વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરેલ.

રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા તેમજ ચેકની રકમ એક માસની અંદર વળતર પેટે ચુકવી આપવા અને રકમ ન ચુકવી આપ્યે વધુ છ માસની સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી વસંત ઠુંમર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:53 pm IST)